મહાશિવરાત્રીના દિવસે બુધ ગ્રહનું થશે રાશિ પરિવર્તન, જાણો તમારા પર કેવી થશે અસર

ખુશખબરી: આ રાશિના લોકો પર મહાદેવની કૃપા રહેશે…

આ વર્ષે મહાદેવનો પવિત્ર દિવસ એવો મહાશિવરાત્રી 11-માર્ચના રોજ આવી રહ્યો છે. બુધ ગ્રહ જેને બુદ્ધિ, સંચાર, ભાષણ, શિક્ષા અને સ્વભાવનો કારક માનવામાં આવે છે તે મહાશિવરાત્રીના દિવસે બપોરના સમયે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. જ્યોતિષકારોના આધારે આ દિવસે બુધ મકર રાશિમાંથી બહાર નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને બુધની ચાલ બદલીને માર્ગી થવાની છે. બુધ કુંભ રાશિમાં 31 માર્ચ સુધી રહેશે અને એપ્રિલ મહિનામાં મીન રાશિમાં ગોચર કરશે. બુધના આ રાશિ પરિવર્તનથી દરેક રાશિઓ પર તેની અસર થવાની છે, આવો તો જાણીએ કે કઈ રાશિ પર તેની કેવી અસર રહેવાની છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

1. મેષ:
મેષ રાશિના લોકો માટે આ પરિવર્તન લાભ આપનારું રહેશે. શિક્ષા અને બુદ્ધિના કામોમાં આ રાશિને સફળતા મળશે. પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે.સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવાની જરૂર રહેશે.

2. વૃષભ:
બુધનું આ ગોચર વૃષભ રાશિ માટે ખુબ શુભ રહેવાનું છે. ભાગ્યનો પૂરો સહિયોગ મળશે.પહેલાના અટકેલા કામ પૂર્ણ થશે. રોજગાર માટેના નવા અવસરો મળશે.વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

3. મિથુન:
મિથુન રાશિને આ પરિવર્તનથી કામિયાબી અને માન-સન્માન મળી શકે તેમ છે. નવા બિઝનેસની શરૂઆત કરી શકો તેમ છો, ભાગ્યનો સાથ મળશે.

4. કર્ક:
બુધનું આ રાશિ પરિવર્તન કર્ક રાશિ માટે થોડું ચિંતાજનક રહેશે.સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખવાની જરૂર છે, અમુક બીમારીઓ લાગુ પડી શકે છે. ખુબ મહેનત કર્યા પછી પણ ઈચ્છીત પરિણામ નહિ મળી શકે, આવા સમયે મનને શાંત રાખો .

5. સિંહ:
સિંહ રાશિ માટે આ સમય ખુબ જ શુભ રહેવાનો છે. વિવાહિત જીવન ખુબ સારી રીતે વ્યતીત થશે. લગ્નમાં બાધા આવતા લોકો માટે લગ્નના શુભ યોગ બની રહ્યા છે, પ્રેમ લગ્ન કરવા માગતા યુવકો માટે આ સમય એકદમ યોગ્ય છે. આવકમાં પણ વધારો થશે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

6. કન્યા:
કન્યા રાશિ માટે બુધનું આ ગોચર સારા પરિણામો આપશે. ઘણા સમયની બીમારીઓ પણ ઠીક થઇ જશે. સમજી વિચારીને કામ કરશો તો તમારા માટે સારું રહેશે. શત્રુઓથી સાવધાન રહો.

7. તુલા:
તુલા રાશિ માટે આ ગોચર સુખ શાંતિ આપનારું રહેશે.મિત્રોની મદદ મળી શકશે. વિદ્યાર્થીઓ માટે આ સમય એકદમ બેસ્ટ છે, સંતાનને લગતી સમસ્યાઓ દૂર થઇ જશે.

8. વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિ માટે આ સમય સામાન્ય રહેવાનો છે. આ રાશિને ખુબ કામ કરવું પડશે જો કે તેનો ફાયદો પણ મળશે. માનસિક તણાવ થઇ શકે છે માટે મનને શાંત રાખો.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

9. ધનુ:
ધનુ રાશિને મિત્રો અને પરિવારનો ભરપૂર સાથ મળશે. આ મદદથી તમારી કોઈ  મોટી યોજના કે કામ પૂર્ણ થઇ શકશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને વિદ્યાર્થીઓ માટે આ સમય એકદમ અનુકૂળ છે.

10. મકર:
બુધનું ગોચર મકર રાશિને સફળતા અપાવશે. ધન સંપત્તિમાં વધારો થાવાના યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે. સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખો.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

11. કુંભ:
બુધનું ગોચર કુંભ રાશિ માટે સારું ભાગ્ય લઈને આવ્યું છે.અટકેલા કામ પુરા થઇ શકે તેમ છે. આવકમાં વધારો થઇ શકે તેમ છે. જીવનસાથીનો સહિયોગ મળશે. બાધાઓ દૂર થવા લાગશે.

12. મીન:
મીન રાશિને ખર્ચાઓ વધી શકે તેમ છે. સમજી વિચારીને ખર્ચ કરો. વિચાર્યા વગર કામ કરશો તો તમારું જ નુકસાન થશે. સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન રાખો.

Krishna Patel