કોણ છે યુઝવેન્દ્ર ચહલ સાથે જોવા મળેલી મિસ્ટ્રી ગર્લ ? સુંદરતામાં ધનશ્રી વર્માને આપે છે તગડી ટક્કર

યુઝવેન્દ્ર ચહલની મિસ્ટ્રી ગર્લને લઇને થયો ખુલાસો ! પત્નીને છોડી આ હસીનાને આપી બેઠો દિલ ? વાયરલ થઇ તસવીર

સ્ટાર ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ભલે હાલમાં ટીમની બહાર હોય પરંતુ તેનું અંગત જીવન હંમેશા તેને સમાચારમાં રાખે છે. ઘણા લોકોને યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા કપલ તરીકે ખૂબ ગમ્યા. આ કપલ સોશિયલ મીડિયાની દુનિયામાં પ્રભુત્વ ધરાવતું હતું, પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમના અલગ થવાના સમાચારે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. હાર્દિક પંડ્યા પછી હવે લોકો યુઝવેન્દ્રના અલગ થવાની ખબરો સહન નથી કરી શકતા.

હાલમાં, આ દાવાઓને પ્રોત્સાહન આપનાર બીજું કોઈ નહીં પણ ક્રિકેટર અને તેની પત્ની છે. પહેલા તો બંનેએ એકબીજાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનું બંધ કરી દીધું અને પછી યુઝીએ ધનશ્રી સાથેની તસવીરો ડિલીટ કરી દીધી, આ ઉપરાંત બંનેએ એકબીજાને અનફોલો પણ કરી દીધા. આવી સ્થિતિમાં, પ્રશ્નો ઉભા થવા સ્વાભાવિક હતા અને અફવાઓનો વાદળ વધુ મોટો થયો. બંનેએ નવું વર્ષ અલગ અલગ ઉજવ્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર ખૂબ વાયરલ થઈ, જેને જોયા પછી ઘણા નવા પ્રશ્નો ઉભા થયા. સામે આવેલી આ તસવીર જોઈને ધનશ્રીના ચાહકો ગુસ્સે ભરાયા હતા.

આ તસવીરમાં યુઝવેન્દ્ર ચહલ એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો. બ્લેક સ્વેટશર્ટ અને ડેનિમમાં યુઝવેન્દ્ર ચહલની પાછળ ચાલતી જોવા મળી હતી. આ છોકરીએ પોતાનો હાથ તેના ચહેરા પર રાખ્યો, જેના કારણે તેનો ચહેરો સંપૂર્ણપણે દેખાયો નહિ. આ તસવીર ઘણી વાયરલ થઈ અને લોકોએ સવાલ કર્યો કે આખરે આ છોકરી છે કોણ. ત્યારે હવે લોકો દાવો કરી રહ્યા છે કે આ છોકરી બીજું કોઈ નહીં પણ લોકપ્રિય આરજે મહવશ છે.

હાલમાં, તેમની વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાહેર થયું નથી, પરંતુ તેમની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા છે અને આનો અંદાજ તેમના બીજા ફોટા પરથી લગાવી શકાય છે. ક્રિસમસના અવસર પર આરજે મહવશે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી જેમાં તે યુઝવેન્દ્ર ચહલ અને અન્ય ઘણા છોકરાઓ સાથે લંચ કરતી જોવા મળી હતી. અન્ય છોકરાઓ સોફા પર એક બાજુ બેઠેલા જોવા મળે છે જ્યારે યુઝવેન્દ્ર અને આરજે મહવશ આજુબાજુમાં જોવા મળે છે. મહવશે રેડ સ્વેટર પહેર્યું છે અને યુઝી તેની પાછળ બ્લેક જેકેટમાં જોવા મળે છે.

આ તસવીરો પોસ્ટ કરતી વખતે મહવશે લખ્યું, ‘પરિવાર સાથે ક્રિસમસ લંચ.’ આ જ પોસ્ટમાં બીજી એક તસવીર છે જેમાં મહવશ ફોનનો ઉપયોગ કરી રહી છે અને યુઝવેન્દ્ર તેની બાજુમાં બેઠો છે. જણાવી દઈએ કે યુઝવેન્દ્ર ચહલની આ મિત્ર, આરજે મહવશ ખૂબ જ સુંદર અને ક્યૂટ છે. તે ખૂબ જ લોકપ્રિય અને ફેમસ રેડિયો જોકી છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકોની કોઈ કમી નથી. મહવશ અભિનય પણ કરે છે અને ‘સેક્શન 108’ નામની ફિલ્મનું નિર્માણ પણ કરી ચૂકી છે. તે અનંત અંબાણીના લગ્નના રિસેપ્શનમાં પણ જોવા મળી હતી.

ટૂંક સમયમાં તે એમેઝોન પ્રાઇમ પર એક શોમાં પણ જોવા મળશે.ઉલ્લેખનીય છે કે, ચહલ અને મહવશે હજુ સુધી તેમના ડેટિંગની અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, 8 જાન્યુઆરીના રોજ ધનશ્રીએ ફેક્ટ જાણ્યા વિના તેના કેરેક્ટર પર સવાલ ઉઠાવવા બદલ લોકોને ટ્રોલ કર્યા હતા. છૂટાછેડાના અહેવાલો વચ્ચે તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “છેલ્લા કેટલાક દિવસો મારા પરિવાર અને મારા માટે મુશ્કેલ રહ્યા છે. ખરેખર જે વાત છે તે દુઃખદ છે કે લોકો હકીકતો જાણ્યા વિના બકવાસ લખી રહ્યા છે અને ચહેરા વગરના લોકો નફરત ફેલાવી રહ્યા છે.”

 

View this post on Instagram

 

A post shared by Mahvash (@rj.mahvash)

Shah Jina