Devraj Patel Last Post: હાલમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા કે યુટ્યુબર અને કોમેડિયન દેવરાજ પટેલનું રોડ અકસ્માતમાં નિધન થઇ ગયુ. આ નિધનની ખબર સામે આવ્યા બાદ બધા હચમચી ગયા. માત્ર 21-22 વર્ષની વયે દેવરાજ પટેલનું નિધન લોકો માટે આઘાતજનક છે. દેવરાજનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર, દેવરાજ તેના મિત્ર સાથે બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી એક તેજ રફતાર ટ્રકે તેને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ સમાચારે દેવરાજના પરિવાર અને તેના ચાહકોને ખરાબ રીતે તોડી નાખ્યા. આવી સ્થિતિમાં હવે દેવરાજનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેણે આ વીડિયો તેના મૃત્યુના થોડા કલાકો પહેલા બનાવ્યો હતો. દેવરાજ પટેલના નિધન બાદ તેના ઘણા જૂના વીડિયો ફરી વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેનો છેલ્લો ઈન્સ્ટાગ્રામ વીડિયો જોઈને ચાહકો ભાવુક થઈ રહ્યા છે. ફેન્સ તેનો આ છેલ્લો વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહ્યા છે.
દેવરાજના છેલ્લા ઈન્સ્ટા વિડિયો પર યૂઝર્સ દુઃખી થઈને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ વીડિયોમાં દેવરાજ કહે છે, ‘હેલો મિત્રો, ભગવાને મારો ચહેરો એવો બનાવ્યો છે કે લોકો સમજતા નથી કે ક્યૂટ કહીએ કે ક્યુટિયા… બાય.’ આ વીડિયોની સાથે દેવરાજે કેપ્શનમાં લખ્યું, ‘પણ હું ક્યૂટ છું ને મિત્રો.’ ચાહકો સતત આના પર કમેન્ટ કરી રહ્યા છે. યુટ્યુબર દેવરાજ પટેલના નિધન બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે દેવરાજનો થ્રોબેક વીડિયો શેર કર્યો હતો અને આ સાથે કેપ્શન પણ લખ્યુ હતુ. જણાવી દઈએ કે દેવરાજના ઈન્સ્ટાગ્રામ પર 57 હજારથી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે યુટ્યુબ પર તેના 4 લાખ સબસ્ક્રાઈબર્સ હતા. આટલું જ નહીં દેવરાજે ભુવન બામ સાથે વેબ સિરીઝ ‘ઢિંઢોરા’માં પણ કામ કર્યું હતું. આ સિરીઝમાં પણ તેનો ડાયલોગ ‘ભાઈ દિલ સે બુરા લગતા હૈ’ ઘણો ફેમસ થયો હતો.
View this post on Instagram