બાઇક રાઇડિંગના વીડિયો બનાવી ફેમસ થયેલા 22 વર્ષીય યુટ્યુબરનું અકસ્માતમાં દર્દનાક મોત ! 300ની સ્પીડે ચલાવી રહ્યો હતો Ninja બાઇક

યમુના એક્સપ્રેસ વે પર 300ની સ્પીડ, Ninja સુપરબાઇક પર સવાર ઉતરાખંડના યૂટયૂૂબર અગસ્ત્ય ચૌહાનું મોત થયું, જાણો સમગ્ર વિગત

ઉત્તરાખંડના પ્રખ્યાત 22 વર્ષિય યુટ્યુબર અગસ્ત્ય ચૌહાણનું બુધવારે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માત યમુના એક્સપ્રેસ વે પર થયો હતો. અગસ્ત્ય ચૌહાણનું બાઇક કાબુ ગુમાવીને ડિવાઇડર સાથે અથડાયું હતું. જોરદાર ટક્કર બાદ તેણે જીવ ગુમાવ્યો હતો. તે તેના સાથીદારો સાથે બાઈક દ્વારા દેહરાદૂનથી દિલ્હી જઈ રહ્યો હતો. બાઇક નંબર દ્વારા પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.

અકસ્માત બાદ યૂટયૂબરના ઘરે અને વિસ્તારમાં શોકનો માહોલ છવાયેલો છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે અગસ્ત્ય ચૌહાણના બાઇકની સ્પીડ 300 કિલોમીટર હતી. તે Ninja ZX10R સુપરબાઈક પર જઈ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અગસ્ત્ય ચૌહાણ દેહરાદૂનથી દિલ્હીમાં યુટ્યુબર્સની મીટિંગમાં ભાગ લેવા માટે જઈ રહ્યો હતો અને તે તેના ચાર બાઇક સવાર સાથીઓ સાથે યમુના એક્સપ્રેસ વેથી દિલ્હી જઈ રહ્યો હતો,

ત્યારે 10 વાગ્યે પોઈન્ટ 46 પર અચાનક તેની બાઇક બેકાબૂ થઈ ગઈ અને રોડ સાઈડના ડિવાઈડર સાથે અથડાઈ. અથડામણ બાદ તેનું હેલ્મેટ માથા પરથી ઉતરી ગયું અને રસ્તામાં માથું અથડાતાં તેનું મોત થયું . અકસ્માત સમયે તેનો સાથી બાઇક સવાર ઘણો આગળ નીકળી ગયો હતો. અગસ્ત્યના હેલ્મેટના પણ અનેક ટુકડા થઈ ગયા હતા.

ખૂબ જ નાની ઉંમરમાં અગસ્ત્ય ચૌહાણે યુટ્યુબ દ્વારા ઘણી ખ્યાતિ મેળવી હતી. પ્રો રાઇડર 1000 નામની YouTube પર તેની ચેનલ હતી. તેની યૂટયૂબ ચેનલ પર લાખો સબ્સ્ક્રાઇબર્સ પણ છે. તેની પાસે ઘણી બાઇક હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તેના તાજેતરના સ્ટંટને કારણે ઉત્તરાખંડ પોલીસે તેની સામે કાર્યવાહી પણ કરી હતી.

અગસ્ત્યના પિતા જીતેન્દ્ર ચૌહાણ કુસ્તીબાજ છે. તેમણે કુસ્તીમાં ઘણા મેડલ પણ જીત્યા છે. તેમણે કહ્યું કે તે દીકરીને વિદેશ મોકલવા માટે દિલ્હી એરપોર્ટ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને પુત્ર સાથે બનેલી ઘટનાની જાણ થઇ. અગસ્ત્યના મૃત્યુના સમાચાર મળતાની સાથે જ માતા-પિતાની સાથે સાથે તેની બહેનની પણ રડી રડીને હાલત ખરાબ છે.

Shah Jina