લોકરક્ષક દળની પરીક્ષા માટે યુવતિ કરી હતી રનિંગ પ્રેક્ટિસ અને બન્યુ એવું કે જીવનની જંગ હારી ગઇ

ગુજરાત સહિત દેશભરમાં ઘણા યુવકો અને યુવતિઓ દેશની સેવા કરવા માટે આર્મી અને પોલીસમાં જોડાવવાના સપના જોતા હોય છે અને તેઓ તે સપનાને પૂરા કરવા માટે તનતોડ મહેનત પણ કરતા હોય છે. તેઓ તેના માટે ટ્રેનિંગ લેતા હોય છે, રોજ સવારે ઉઠી દોડવા માટે પણ જતા હોય છે ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક 22 વર્ષિય યુવતિ લોકરક્ષકદળની પરિક્ષાની તૈયારી કરી રહી હતી અને તે રનિંગ પ્રેક્ટિસ દરમિયાન પડી ગઇ જેના કારણે તે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી અને તે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જો કે તે યુવતિનું મોત થઇ ગયુ હતુ.

22 વર્ષની ઉંમરે દીકરીનું મોત થઇ જતા પરિવારના માથે તો જાણે કે આભ તૂટી પડ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. પરીક્ષા પાસ કર્યા પહેલા તે યુવતિ તેના જીવનની જંગ હારી ગઇ અને તેની મોત બાદ પરિવાર તો આઘાતમાં સરી પડ્યો છે. ઘટનાની વિગત તપાસીએ તો, માલપુર તાલુકાના ભુકાકુતરી ગામની ગીતાબેન કોદરભાઈ પગી કે જે તેના મામાના ઘરે રહી અને લોકરક્ષક દળની પરીક્ષાની તૈયારી કરી રહી હતી, તે પરીક્ષા સમયમર્યાદામાં પૂરી થાય તે માટે રોજ સવાર સાંજ રનિંગની પ્રેક્ટિસ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ દરમિયાન તે પડી ગઇ જેના કારણે તેને માથા અને શરીરના અન્ય ભાગે ઇજા પહોંચી હતી, જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે ખસંડવામાં આવી હતી અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ, જેના કારણે પરિવારમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી. ગીતાના પરિવારજનો અને તેની સાથે પ્રેક્ટિસ કરતી યુવતિઓએ જણાવ્યુ હતુ કે ગીતા ઘણી જ મહેનતુ હતી અને તેને દોડવામાં ઘણો જ રસ હતો અને તે ધ્યાન પણ ઘણુ આપતી હતી. તે રોજ દિવસ રાત વાંચન પણ કરતી હતી. તેને જોઇને એવું લાગી રહ્યુ હતુ કે તે ચોક્કસથી પાસ થઇ જશે.પરંતુ કોને ખબર હતી કે લોકરક્ષક દળની પરીક્ષા પાસ કરવામાં લાગેલી ગીતા જીવનની જંગ હારી જશે.

Shah Jina