ના પેટ્રોલની જરૂર, ના લાયસન્સની છતાં હેલ્મેટ પહેરીને પાડા પર સવારી કરી રહ્યો હતો યુવક, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “આ પ્રાણીઓ પ્રત્યે છે ક્રૂરતા”, જુઓ તમે પણ
Young man Ride the bull : આજના સમયમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે. ખાસ કરીને તમે ઘણા લોકોને રોડ પર દિલધડક સ્ટન્ટ કરતા પણ જોયા હશે અને આવા ચક્કરમાં તે ઘણીવાર અકસ્માતનો શિકાર પણ બનતા હોય છે. તમે રોડ પર ઘણા લોકોને અવનવા વાહનો લઈને પણ જતા જોયા હશે. પરંતુ શું ક્યારે તમે કોઈ વ્યક્તિને રોડ પર પાડાની સવારી કરતા જોયો છે ? અને એ પણ હેલ્મેટ પહેરીને. હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આવી જ ઘટના જોવા મળે છે.
પાડાની કરી સવારી :
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક માણસ ભીડવાળા રસ્તા પર પાડા પર સવારી કરતો જોવા મળે છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે સેફ્ટી પ્રત્યે સભાન હોવાથી તેણે આ અનોખા કામ માટે હેલ્મેટ પહેર્યું છે. જોકે, આ વીડિયોને લઈને વિવાદ ઊભો થયો છે, કેટલાક લોકોનું કહેવું છે કે આ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા છે. વીડિયોની શરૂઆત પાડા પરથી પડી રહેલા એક માણસથી થાય છે, ત્યારપછી એક સંદેશ આવે છે કે “પરિવર્તનનો સમય આવી ગયો છે.”
હેલ્મેટ પણ પહેર્યું :
આ પછી તેને હેલ્મેટ પહેરીને પાડા પર સવારી કરતો બતાવવામાં આવ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો જોવા મળી રહ્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર ‘Bull_Rider_077’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. પોસ્ટ સાથેના કેપ્શનમાં લખ્યું છે, “ક્યારેક પડવું જરૂરી છે.” આ વીડિયોએ ટૂંક સમયમાં જ લોકોનું ધ્યાન ખેંચ્યું. કેટલાક લોકોએ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અંગે ચિંતા વ્યક્ત કરી અને આ કૃત્યની નિંદા કરી તો કેટલાક લોકોએ કમેન્ટ દ્વારા આ બાબતની મજાક પણ ઉડાવી.
યુઝર્સની આવી પ્રતિક્રિયા :
એક યુઝરે લખ્યું, “આ વીડિયોને લાઈક કરવાનું બંધ કરો, આવી બાબતોની જાણ કરો, આ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા છે. તમને એ પણ ખબર નથી કે આ પાડો કઈ હાલતમાં હશે.” ઇન્સ્ટાગ્રામ પેજ પર વ્યસ્ત રસ્તાઓ પર બુલ સવારીના ઘણા વીડિયો છે. દર વખતે તે તેના દર્શકો સાથે ચોંકાવનારા વીડિયો શેર કરે છે અને મોટાભાગના લોકો દંગ રહી જાય છે.
View this post on Instagram