ખબર

સુરતના એક ફ્લેટમાંથી યુવતીનો મળ્યો એવી હાલતમાં મૃતદેહ કે જાણીને તમારી કંપારી છૂટી જશે, જાણો સમગ્ર વિગત

આ સ્વરૂપવાન યુવતીની સમગ્ર ઘટના કાળજૂ કંપાવી દેશે

છેલ્લા થોડા સમયથી રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, એક તરફ કોરોનાના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ ઘણા લોકો જિંદગીથી કંટાળી અને મોતને વહાલું કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. પરંતુ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને પોલીસને પણ વિચારવા ઉપર મજબુર કરી દીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ વિસ્તારમાં આવેલા સુમન આનંદ આવસની E બિલ્ડીંગના ફ્લેટ નંબર 503માંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ યુવતી મિઝોરમની હોવાનું સામે આવ્યું છે. યુવતીનું નામ આશા સારકી હોવાનું સામે આવ્યું છે.

આસપાસ રહેતા લોકોને બંધ ફ્લેટમાંથી દુર્ગંધ આવતી હોવાના કારણે તેમને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના બાદ ફાયર બ્રિગેડ દ્વારા દરવાજો ખોલતા ઘરની અંદરથી કોહવાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ  મળ્યો હતો. ફાયર બ્રિગેડ સાથે આવેલી પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તો આ બાબતે મળી રહેલી વધુ વિગતો પ્રમાણે છેલ્લા 2 દિવસોથી આશાનો ફ્લેટ બંધ રહેતો હતો. તેમજ અંદરથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી. જેના કારણે પાડોશીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ સહિત પોલીસે ઘટના સ્થળે આવીને દરવાજો તોડતા અંદરથી મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. સાથે જ આજુ બાજુ મોટા પ્રમાણમાં દારૂ ની બોટલ પણ મળી આવી હતી. હાલ ઉમરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.