Tesla નું વધશે ટેન્શન ! સ્માર્ટફોન બનાવનાર કંપની Xiaomi એ લોન્ચ કરી તેની પહેલી ઇલેક્ટ્રિક કાર…જાણો કિંમત અને ખાસિયત

Xiaomi એ લોન્ચ કરી નવી SU7 ઇલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં 800 કિમી સુધી નો ટેન્શન- જુઓ લક્ઝુરિયસ કારની તસવીરો

ચીનની અગ્રણી સ્માર્ટફોન બનાવનાર Xiaomiએ સત્તાવાર રીતે તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Xiaomi SU7 Sedan વેચાણ માટે લોન્ચ કરી છે. કંપનીએ ચીનમાં આ ઇલેક્ટ્રિક સેડાનનું બુકિંગ શરૂ કરી દીધું છે, જેને એપ દ્વારા બુક કરી શકાય છે. આ કાર 215,900 Yuan થી 299,900 Yuan (અંદાજે US $ 30,000 થી US $ 40,000) વચ્ચે લોન્ચ કરવામાં આવી છે. ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવે તો આ કારની શરૂઆતી કિંમત અંદાજે 25 થી 30 લાખ રૂપિયાની વચ્ચે હશે.

કિંમતના સંદર્ભમાં, Xiaomi SU7 ઇલેક્ટ્રિક કાર ટેસ્લા મોડલ 3 કરતા સસ્તી છે. ચીનમાં ટેસ્લા મોડલ 3ની પ્રારંભિક કિંમત 245,900 યુઆન છે. જ્યારે આ ઇલેક્ટ્રિક સેડાન કાર રજૂ કરવામાં આવી હતી. તે સમયે યુઝર્સે તેનો લુક અને ડિઝાઈન જોઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. કેટલાકે કહ્યું કે તેની ડિઝાઇન ટેસ્લા અને પોર્શે જેવી જ છે. Xiaomi CEOએ કહ્યું કે Xiaomi કારમાં સ્માર્ટ ટેક્નોલોજીને મહત્વ આપવામાં આવ્યું છે, આ ફિચર તેને બાકીની કારથી અલગ બનાવે છે.

સ્માર્ટફોનની જેમ કંપનીએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક કારને શાનદાર અને સ્માર્ટ ફીચર્સથી સજ્જ કરી છે. તેની ડિલિવરી પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. Xiaomi SU7 સેડાન વિશે વાત કરીએ તો તેની લંબાઈ 4997 mm, પહોળાઈ 1,963 mm, ઊંચાઈ 1455 mm અને વ્હીલબેઝ 3000 mm છે. કંપનીનું કહેવું છે કે SU7 સેડાન કંપનીના સ્માર્ટફોન HyperOS સાથે ઓપરેટિંગ સિસ્ટમ શેર કરે છે. આ કારનો લુક અને ડિઝાઇન ખૂબ જ અદભૂત છે.

Xiaomi SU7નું નિર્માણ બેઇજિંગ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી હોલ્ડિંગ કંપની લિમિટેડ (BAIC) દ્વારા કરાર હેઠળ કરવામાં આવ્યું છે. તેમાં બે અલગ અલગ વ્હીલ સાઇઝના વિકલ્પો હશે જે અનુક્રમે 19 ઇંચ અને 20 ઇંચના હશે. આ કાર બે વેરિઅન્ટમાં આવી રહી છે જેમાંથી એક લિડાર સાથે અને બીજી લિડાર વગર પેશ કરવામાં આવી છે. તેના બેઝ મોડલનું વજન 1,980 કિલો છે. લોઅર ટ્રીમ માટે ટોપ સ્પીડ 210 કિમી/કલાક છે, જ્યાં ટોપ મોડલનું વજન 2,205 કિગ્રા છે અને તેની ટોપ સ્પીડ 265 કિમી/કલાક છે.

તેના બેઝ મોડલમાં 73.6kWની બેટરી હશે, જે 668 કિમી સુધીની રેન્જ આપશે, જ્યારે ટોપ મોડલમાં 101kWhની બેટરી છે, જે સિંગલ ચાર્જમાં 800 કિમીની રેન્જ આપશે. કંપની ભવિષ્યમાં આ કારના નવા V8 વેરિઅન્ટને પણ પેશ કરશે, જેમાં 150kW ક્ષમતાનું બેટરી પેક આપવામાં આવશે, જે એક જ ચાર્જમાં 1500 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપશે.

Shah Jina