બોલિવુડ જગતના વધુ એક સિતારાએ દુનિયાને કહ્યુ અલવિદા, દિગ્ગજ ફિલ્મ મેકર સાગર સરહદીનું નિધન

બોલીવુડ જગતમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બોલિવુડ જગતનો વધુ એક સિતારો ખરી પડ્યો છે. જાણીતા પટકથા લેખક, સંવાદ લેખક અને નિર્દેશક સાગર સરહદીએ દુનિયાને અલવિદા કહ્યું છે.

સાગર સરહદીનું રવિવાર રાત્રે 11 અને 12 વાગ્યાની વચ્ચે લાંબી બિમારી બાદ નિધન થઇ ગયું, ચાચા સાગરનો પાર્થિવ દેહ સાયન હોસ્પિટલ નજીકના શબદાહ ગૃહમાં રાખવામાં આવ્યો છે.

તમને જણાવી દઇએ કે, સાગર સરહદીને અગાઉ ફેબ્રુઆરી 2018માં હાર્ટ એટેક આવ્યા પછી આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.સાગર સરહદીના મોતના સમાચારથી ફરી એકવાર ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Jackie Shroff (@apnabhidu)

સાગર સરહદીની ગણના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતા લેખક તરીકે થતી હતી. સાગર સરહદીના નિધનના સમાચાર સામે આવ્યા બાદ બોલીવુડ સિતારાઓએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું હતું. સાગર સરહદીએ કભી-કભી, ચાંદની અને સિલસિલા જેવી સુપરહિટ ફિલ્મ માટે જાણીતા છે.

Shah Jina