26 વર્ષની આ મહિલાએ બનાવી દીધો એવો વર્લ્ડ રેકોર્ડ કે જોઈને સૌકોઈ હક્કાબક્કા રહી ગયા, મોઢામાં બત્રીસ નહિ પરંતુ આટલા બધા છે દાંત… જુઓ

બાળપણમાં દીકરીના વધારે દાંત જોઈને માતા પિતા પણ ગભરાઈ ગયા હતા, આજે એજ દાંતના કારણે બનાવ્યો દીકરીએ વર્લ્ડ રેકોર્ડ, જુઓ

World record for woman with 38 teeth : દુનિયાભરમાં એવા ઘણા બધા લોકો છે જેમનામાં એવા અદભુત ટેલેન્ટ હોય છે જેના દ્વારા તે દેશ અને દુનિયામાં પોતાનું આગવું નામ બનવતા હોય છે. ઘણીવાર તે તેમના આવા ટેલેન્ટના કારણે વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ અંકિત કરાવતા હોય છે. આ સાથે ઘણીવાર કેટલાક લોકોના શરીરની પણ રચના એવી હોય છે જેના કારણે પણ તેઓ પણ રેકોર્ડ બનાવતા હોય છે, હાલ એક એવી જ મહિલા સામે આવી છે જેને પોતાના દાંત દ્વારા અનોખો રેકોર્ડ બનાવ્યો છે.

38 દાંત વાળી મહિલા :

સામાન્ય રીતે વ્યક્તિના મોઢામાં 32 દાંત હોય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ પુરુષ કે સ્ત્રીને 32થી વધુ દાંત ધરાવતા જોયા છે? આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સામાન્ય દાંત કરતા 6 વધુ દાંત છે. તેના દાંતની સંખ્યા 38 છે. 26 વર્ષની એક ભારતીય મહિલાએ મોંમાં 38 દાંત સાથે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કલ્પના બાલન નામની મહિલાના મોંમાં સૌથી વધુ દાંત હોવાનો રેકોર્ડ છે. તેઓને સામાન્ય પુખ્ત કરતાં છ વધુ દાંત છે.

બાળપણથી દાંત વધતા માતા પિતા મુકાયા ચિંતામાં :

તમિલનાડુના તંજાવુરમાં રહેતી 26 વર્ષની કલ્પના બાલન જ્યારે ટીનેજર હતી ત્યારે તેના વધારાના દાંત વધવા લાગ્યા હતા. તે અને તેના માતા-પિતા આનાથી ખૂબ જ ચિંતિત હતા. તેણે વધારાના દાંત કાઢવાનું નક્કી કર્યું, પરંતુ ડૉક્ટરે તેને દાંત ઉગે ત્યાં સુધી રાહ જોવાની સલાહ આપી. પાછળથી, જ્યારે વધારાના દાંત મોટા થઈ ગયા, ત્યારે તેણે તેમને દૂર ન કરવાનો નિર્ણય કર્યો. તેમને આ દાંતથી કોઈ પણ પ્રકારની પીડા કે અસ્વસ્થતાનો અનુભવ થતો નથી.

શા કારણે આવે છે વધારાના દાંત :

કલ્પનાના હજુ બે દાંત ભરાયા નથી તે ધ્યાનમાં લેતા, કલ્પના ભવિષ્યમાં તેના રેકોર્ડમાં વધારો કરી શકશે. આ ટાઇટલ માટે પુરૂષ રેકોર્ડ ધારક કેનેડાના ઇવાનો માલોન છે. તેને કુલ 41 દાંત છે. વધારાના દાંતની હાજરી માટે તબીબી પરિભાષા હાઇપરડોન્ટિયા અથવા પોલિડોન્ટિયા છે, GWR ના અહેવાલ પ્રમાણે વિશ્વની વસ્તીના 3.8% લોકો પાસે એક અથવા વધુ સુપરન્યુમરરી દાંત છે. હાયપરડોન્ટિયા એ દાંતની રચનાની પ્રક્રિયામાં ખામીનું પરિણામ છે, જો કે તેનું ચોક્કસ કારણ અજ્ઞાત છે.

Niraj Patel