દુનિયાનો સૌથી મોંઘો વેડિંગ ડ્રેસ…જેની કિંમત ઇશા અંબાણીના 90 કરોડના લહેંગાથી ઘણી વધારે…જાણો

90 કરોડનો લહેંગો જોયો કોઈ દિવસ? ઈશા અંબાણીએ પહેર્યો હતો, જુઓ તસવીરો અને શું ખાસિયત છે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જલ્દી જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા બંનેના પ્રી વેડિંગ ફંક્શનનું આયોજન ગુજરાતના જામનગરમાં થઇ રહ્યુ છે. અનંત-રાધિકાના પ્રી વેડિંગ ફંક્શન્સ ખૂબ જ ભવ્ય અંદાજમાં થઇ રહ્યા છે અને આ સેલિબ્રેશન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે મુકેશ અંબાણી તેમના નાના દીકરા અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં 1000 કરોડ રૂપિયા ખર્ચી રહ્યા છે અને આ કિંમત તેમની નેટવર્થના માત્ર એક ટકા છે. ગુજરાતના જામનગરમાં યોજાઇ રહેલ આ ઈવેન્ટમાં માત્ર ભારતીય સેલિબ્રિટીઓ જ નહીં પરંતુ વિદેશી મહેમાનો પણ આવ્યા છે. ફેમસ પોપ સ્ટાર રિહાનાએ પહેલા દિવસે લાઈવ પરફોર્મ કર્યુ હતુ.

આ ઉપરાંત માર્ક ઝુકરબર્ગથી લઈ બિલ ગેટ્સ સુધી અનેક મોટી હસ્તિઓ જામનગર આવી છે. અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો પહેલા દિવસ ઘણો ચર્ચામાં રહ્યો, પણ આ વચ્ચે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના વેડિંગ ડ્રેસની ફરી એકવાર ચર્ચા થઇ રહી છે. ઈશા અંબાણીના શાહી લગ્નમાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઈશાએ આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે અને આ લગ્નમાં તેણે 90 કરોડનો લહેંગો પહેર્યો હતો, જે સોનાનો બનેલો હતો.

પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી મોંઘા વેડિંગ ડ્રેસનું ટાઈટલ ઈશા અંબાણીના લહેંગાના નામ પર નહીં પરંતુ કોઈ બીજાના ખાતામાં છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, વિશ્વનો સૌથી મોંઘો વેડિંગ ડ્રેસ ‘ડાયમંડ વેડિંગ ડ્રેસ’ છે. તે વર્ષ 2006માં પ્રખ્યાત ડિઝાઈનર રેની અને સેલિબ્રિટી જ્વેલર માર્ટિન કાટ્ઝે ડિઝાઈન કર્યો હતો. આ હાથીદાંતનું વ્હાઇટ વેડિંગ ગાઉન વિશ્વના શ્રેષ્ઠ રેશમથી બનાવવામાં આવ્યુ છે.

આ વેડિંગ ગાઉનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 150 કેરેટના હીરા જડેલા છે. આ ચમકદાર ગાઉન અત્યાર સુધીનો સૌથી મોંઘો વેડિંગ ડ્રેસ છે. આ વેડિંગ ડ્રેસની કિંમત હાલમાં 12 મિલિયન યુએસ ડોલર છે, જે ભારતીય ચલણમાં 99.85 કરોડ રૂપિયા છે. આ રીતે તે ઈશા અંબાણીના લગ્નના લહેંગા કરતાં પણ મોંઘો છે.

Shah Jina