વિશ્વનો સૌથી મોટો સાપ, વજન એટલુ કે ઉંચકવા આવેલ ક્રેનના ડ્રાઈવરને પણ પરસેવો છૂટી ગયો

પેટા- આ વિશાળકાય સાપની તસવીરો જોઈને તમે ડરી જશો

કેરેબિયન દેશ ડોમિનિકામાંથી એક વિશાળકાય સાપની તસવીરો સામે આવી છે. આ સાપ એટલો મોટો છે કે તેને ઉપાડવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. તેને વિશ્વનો ‘સૌથી મોટો સાપ’ તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. આ સાપ વરસાદી જંગલ(Rainforest)માં જોવા મળ્યો છે.

એક ના અહેવાલ મુજબ, એક જીવંત સાપ જે ઓછામાં ઓછો 10 ફૂટથી પણ વધુ લાંબો હતો તેને ક્રેન દ્વારા ઉચકવામાં આવ્યો હતો. ક્રેનમાં લટકેલો સાપ ઝડપથી આમ તેમ ફરી રહ્યો હતો. આ જોઈને નજીકમાં ઉભેલા લોકો અને ક્રેન ડ્રાઈવર પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

જે જગ્યાએ આ ખતરનાક સાપ જોવા મળ્યો ત્યા બોઆ કોન્સ્ટ્રિક્ટર સાપની એક પ્રજાતિ જોવા મળે છે. આ જાતિના સાપ 13 ફૂટ સુધી લાંબા હોય છે.

હુમલો કરતી વખતે, બોઆ કોન્સ્ટ્રિક્ટર સાપ પહેલા તેમના શિકારને ચારે તરફથી ઝકડી લે છે, પછી તેને મોતને ઘાટ ઉતારતા પહેલા તેમને દાંતથી કરડે છે. જો કે, વિડીયોમાં દેખાતો સાપ કઈ પ્રજાતિનો છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

નોંધનિય છે કે, ડોમિનિકા જેની લંબાઈ માત્ર 29 માઈલ અને પહોળાઈ 16 માઈલ છે, વન્યજીવન માટે સૌથી અનુકૂળ સ્થળ કહેવાય છે. તેને ‘ધ નેચર આઇલેન્ડ’ પણ કહેવામાં આવે છે. દુર્લભ પ્રકારના પ્રાણીઓ અહી અવારનવાર જોવા મળે છે.

રિપોર્ટ અનુસાર, આ સાપને જંગલમાં કામ કરતા લોકોએ સૌથી પહેલા જોયો હતો. આ જોઈને તેના હોશ ઉડી ગયા. બાદમાં તેને દૂર કરવા માટે ક્રેન મંગાવવી પડી હતી. આ ઘટનાની ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં સાપને ક્રેનથી લટકતો જોઈ શકાય છે.

YC