ઘરમાંથી ચોરી થઇ ગયું દુનિયાનું સૌથી મોટું સસલું, શોધી આપનારને માલિક આપશે અધધધ આટલા રૂપિયાનું ઇનામ

દુનિયાનું સૌથી મોટું સસલું તેના માલિકના ઘરેથી ચોરી થઇ ગયું છે. આ સસલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયા સૌથી મોટા સસલા તરીકેનો ખિતાબ આપીને પણ સન્માનિત કરવામાં આવ્યું હતું.

સસલાના ચોરી થવાની ફરિયાદ મળવાની સાથે પોલીસ પણ તેની તપાસમાં લાગી ગઈ છે. તો સસલાની માલિકીની સલસલનું સરનામું બતાવવા વાળાને એક લાખથી પણ વધારે ઇનામ પણ આપવાની જાહેરાત કરી છે.

વેસ્ટ મર્સીયા પોલીસનું કહેવું છે કે 129cm લાંબુ વિશાળકાય સસલું ઘરમાંથી ચોરી થઇ ગયું છે. આ દુનિયાનું સૌથી મોટું સસલું છે. જેનું નામ ડેરિયસ છે. શનિવારની રાત્રે કેટલાક ચોરો દ્વારા તેને ચોરી લેવામાં આવ્યું હતું.

2010માં આ સસલાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. સસલાની માલિક એન્ટ એડવર્ડ્સને ચોરની શોધ કરનાર અને તેને પાછું લાવી આપનારને ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે જે દિવસે તેમનું સસલું ચોરી થયું છે તે તેમના જીવનનો સૌથી દુઃખદ દિવસ છે.

એડવર્ડ્સ દ્વારા ટ્વીટર ઉપર લોકોને નિવેદન કરતા લખ્યું છે કે જેને પણ ડેરિયસને લીધું છે તે મહેરબાની કરીને પાછું આપી દે. તે હવે બ્રીડીંગ માટે પણ ખુબ જ મોટું થઇ ગયું છે. પોલીસ દ્વારા પણ આ સસલાની જાણકારી આપવા માટે ફોન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

આ સસલાનું વજન 22 કિલો છે અને તે એક વર્ષની અંદર 4000થી પણ વધારે ગાજર ખાઈ જાય છે.

Niraj Patel