દેશમાં ગરમી એટલી વધી રહી છે કે આ મહિલાએ તો કારના બોનટ પર જ બનાવી લીધી રોટલી, વાયરલ થયો વીડિયો

હાય ગરમી : મહિલાએ સેકી દીધી કારના બોનટ પર રોટલી, આગળ જે થયું તે બહુ જ અઘરું છે……વાયરલ થયો વીડિયો

દેશના ઘણા ભાગોમાં લોકો આ સમયે આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગે સમગ્ર ભારતમાં ઘાતક હીટવેવની ચેતવણી આપી છે. દેશના અનેક રાજ્યો આકરી ગરમીની લપેટમાં છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે જો તમે ઈંડાને જમીન પર મારશો તો જમીન પર આમલેટ બની જશે. ઓડિશામાં પણ સ્થિતિ અલગ નથી. તેનાથી વિપરિત અહીં સ્થિતિ એવી છે કે લોકો સ્ટવ વગર કારના બોનેટ પર રોટલી પકાવી રહ્યા છે.

અહીંનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા કારના બોનેટ પર રોટલી બનાવતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ઓડિશાના સોનેપુરનો છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કરતા એક યુઝરે લખ્યું કે આવી સ્થિતિ મારા શહેર સોનેપુરમાં છે. લોકો કારના બોનેટ પર રોટલી શેકી શકે છે. વીડિયોમાં એક મહિલાને પહેલા રોટલી બનાવતી અને પછી કારના બોનેટ પર પકવતી જોઈ શકાય છે.

મંગળવારે રાજ્યમાં મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઓડિશા સરકારે સોમવારે સખત ગરમીને કારણે શાળાઓમાં વર્ગો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ત્યાં, મંગળવારે રાજ્ય સરકારે આંગણવાડી કેન્દ્રો, કોલેજો અને યુનિવર્સિટીઓને પાંચ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરી હતી. નિર્ણય મુજબ મંગળવારથી આંગણવાડી કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા જ્યારે બુધવાર એટલે કે આજથી કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ રાખવામાં આવી હતી.

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ક્લિપ જોયા બાદ લોકો પોત-પોતાના રિએક્શન આપી રહ્યા છે.આ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘એલપીજી મોંઘુ થઈ રહ્યું છે અને પૈસા બચાવવા માટે આ સારો જુગાડ છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘ઉનાળાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. ‘ અન્ય એક યુઝરે ફની રીતે કોમેન્ટ કરી, ‘એક બટર રોટી પ્લીઝ.’ અન્ય એકે લખ્યુ- ઉફ્ફ આ ગરમી !

આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. મણિપુરની ‘ક્લાઈમેટ એક્ટિવિસ્ટ’ લિસિપ્રિયા કંગુજમે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘ભારતને અભિનંદન! અંતે, આપણે કારના બોનેટ પર રોટલી બનાવી શકીએ છીએ.

Shah Jina