ખબર

પત્ની ઉપર શંકાના કારણે પતિએ 3 મહિના સુધી પત્ની સાથે કર્યું એવું ગંદુ કામ કે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે

પત્ની ઉપર શંકા ગઈ તો હેવાન બન્યો પતિ, ૩ મહિના સુધી પતિએ કર્યું એવું કે તસવીરો જોઈને જ ચીતરી ચઢશે..

શંકા નામનું ઝેર ક્યારે કોનામાં પ્રવેશી જાય તે કોઈને ખબર નથી પડતી. ખાસ કરીને પતિ પત્ની અને પ્રેમી પ્રેમિકાના સંબંધોમાં શંકાઓ વધારે જન્મતી જોવા મળે છે. જેના પરિણામો પણ ઘણીવાર એવા ખરાબ આવે છે કે આપણે વિચારી પણ નથી શકતા. આવી જ એક ઘટના હાલ સામે આવી જશે જેને જોઈને તમારું પણ લોહી ઉકળી ઉઠશે.

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં એક મહિલા તેના જ ઘરમાં સાંકળથી બંધાયેલી હતી અને તે પણ છેલ્લા ત્રણ મહિનાથી. આ મહિલાને સાંકળ સાથે બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પતિ અને દીકરાએ બાંધી દીધી હતી. રૂવાંડા ઉભા કરી દેનારો આ મામલો જિલ્લાના અરનોદ પોલીસ સ્ટેશન વિસ્તારના લાલગઢ ગ્રામ પંચાયતના જામ્બુખેડા ગામનો છે.

પતિએ તેની પત્નીને સાંકળ સાથે એટલા માટે બાંધી દીધી હતી કારણ કે તેને તેની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હતી. જેના કારણે છેલ્લા 3 મહિનાથી 30 કિલોની સાંકળ સાથે તેને બાંધીને રાખવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી મળવા ઉપર બુધવારના રોજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મહિલાને સાંકળમાંથી આઝાદ કરાવી હતી.

પીડિત મહિલાને તેના પતિએ 30 કિલોની સાંકળથી બાંધી રાખી હતી અને આ ઉપરાંત સાંકળમાં તાળું પણ માર્યું હતું. મહિલાએ તેના દૈનિક કામ કરવા માટે 30 કિલોની સાંકળ ઉઠાવવી પડતી હતી. 3 મહિના સુધી ભારે સાંકળથી બાંધાયેલી હોવાના કારણે મહિલાના પગમાં પણ સોજા આવી ગયા હતા.

ક્ષેત્રના લોકોને મહિલા સાંકળથી બંધાયેલી છે તેની જાણકારી મળવાની સાથે જ તેમને પોલીસને જાણ કરી હતી. જયારે તે વિસ્તારના પોલીસ કોન્સ્ટેબલ નેમીચંદને જાણકારી મળી ત્યારે ખાતરી કરવા માટે તે મહિલાના ઘરે આવ્યા અને મહિલાને સાંકળ સાથે બંધાયેલી જોઈ. જેની જાણકારી તેમને પોલીસ સ્ટેશનના અધિકારીને આપી. જેના ઉપર અધિકારીએ કાર્યવાહી કરતા મહિલાને સાંકળમાંથી મુક્ત કરાવી.

મહીલાએ પોલીસને જણાવ્યું કે તેના પતિએ તેને ત્રણ મહિનાથી સાંકળ સાથે બાંધી રાખી છે. પોલીસે મામલાની ગંભીરતા સમજવાની સાથે જ તરત કાર્યવાહી શરૂ કરી અને પીડિતાના પતિ અને દીકરાની ધરપકડ કરી લીધી, તેમજ આગળની તપાસ હાથ ધરી છે.