સુંદરતાની ચમકે છોડાવી જેલરની નોકરી, વીડીયો બનાવી આજે બની સોશિયલ મીડિયા ક્વીન! કરે છે કરોડોમાં કમાણી

સ્ત્રીની સુંદરતા તે તેનું ધરેણું કહેવાય છે. આપણે ધણીવાર જોતાં હોઈએ છીએ કે સ્ત્રીની સુંદરતા તે તેનો શણગાર હોય છે. દુનિયાભરમાં ઘણી એવી સ્ત્રીઓ છે, જે જેલમાં કામ કરે છે. આમાંની ઘણી સ્ત્રીઓ તેમના કડક સ્વભાવને કારણે કેદીઓનું જીવન મુશ્કેલ બનાવે છે, જ્યારે તેમાંથી કેટલીક કેદીઓ સાથે ફ્લર્ટ પણ કરવાનું શરૂ કરે છે. પરંતુ આજે અમે તમને એક મહિલા જેલ અધિકારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનો કેસ અલગ છે.જી હા અમે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટની 32 વર્ષીય મહિલા એલિસિયા ડેવિસની

તાજેતરમાં એલિસિયાએ ખુલાસો કર્યો કે કેદીઓ ઘણીવાર તેને ગિફ્ટ આપવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ તે ના પાડતી, એટલું જ નહીં, તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સ મારાથી ઈર્ષ્યા પણ કરતી હતી. જેલની નોકરીએ મને બાંધી રાખી. ત્યાંના નિયમો ખૂબ જ કડક હતા. મને મેકઅપ, નખ રંગવાની કે વાળ પાછા વાળવાની પરવાનગી નહોતી. ખૂબ જ સાદો પહેરવેશ પહેરવો પડતો. એક રીતે મને સુંદર દેખાવાની મંજૂરી નહોતી. પરંતુ આ બધા નિયમો હોવા છતાં, તે ઘણીવાર કેદીઓનું નિશાન બનતી હતી. કેદીઓ દરરોજ તેનું સ્વાગત કરતા અને કહેતા, “તું આજે ખૂબ જ સુંદર લાગે છે.” આ ઉપરાંત તે પૂછતો, “તમારો દિવસ કેવો છે?” અથવા “શિફ્ટ ક્યારે પૂરી થશે?”

આગળ કહ્યું, “આ ફક્ત વખાણ નહોતા પણ મારું ધ્યાન ખેંચવા માટે એક ખેલ હતો.” કેટલાક કેદીઓ તેમની મુક્તિ પછી તેને ઇન્સ્ટાગ્રામ પર શોધી કાઢતા અને તેને મળવાનો પ્રયાસ કરતા. એકે એલિસિયાને મનાવવાનો પ્રયાસ કર્યો, આશા હતી કે કંઈક તો થશે જ. પણ એલિસિયાએ ક્યારેય તે કેદીઓને સ્પર્શ કર્યો નહીં.”પ્રશંસા સાંભળીને સારું લાગ્યું, પણ મારે તેમને વારંવાર કહેવું પડ્યું કે તે ખોટું હતું.” એલિસિયા દરેક વખતે ફ્લર્ટિંગ ટાળતી, વ્યક્તિગત વાતચીત ટાળતી અને ભેટોનો ઇનકાર કરતી. પણ કેદીઓએ હાર ન માની.

કેટલાક કેદીઓની પત્નીઓ તો હુમલાખોર પણ બની જતી. મીટિંગ દરમિયાન તે એલિસિયા સામે ગુસ્સાથી જોતી. જેલ અધિકારી હોવાને કારણે કેદીઓનો વિશ્વાસ પણ જીતવો પડ્યો જેથી તેઓ તેમના રહસ્યો અમારી સાથે શેર કરી શકે. પણ આ બધું કરવું ખૂબ જ તણાવપૂર્ણ હતું. કેદીઓનું અનિચ્છનીય ધ્યાન, પત્નીઓની નારાજગી અને કડક નિયમો

ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું કે તે એટલી ગ્લેમરસ અને સુંદર હતી કે જેલમાં ઘણીવાર હંગામો થતો હતો. કેદીઓ તેના દેખાવથી મોહિત થઈ જતાં આવી સ્થિતિમાં તેણે આ પડકારજનક નોકરી છોડી દીધી અને હવે તેણે ઓન્લીફેન્સ ફોર એડલ્ટ્સ પર તેના અંગત ફોટા અને વીડિયો શેર કરવાનું શરૂ કર્યું. ફેબ્રુઆરી 2022 માં તેણે નોકરી છોડી દીધી અને OnlyFans પર કારકિર્દી શરૂ કરી. જેલમાં કામ કરતી વખતે, તે વાર્ષિક 46,000 પાઉન્ડ (લગભગ 52 લાખ રૂપિયા) કમાતી હતી, હવે તે 280,000 પાઉન્ડ (3 કરોડ 16 લાખ રૂપિયા) કમાઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 119,000 ફોલોઅર્સ છે. તેણીએ કહ્યું, “મને મારું નવું જીવન ખૂબ ગમે છે, હવે હું કોઈ નોકરી કરતી નથી, પણ હું મારી પોતાની બોસ છું. હું જે પહેરવા માંગુ છું તે પહેરું છું, જેની સાથે વાત કરવા માંગુ છું, કોઈ પણ ડર વગર. હવે હું નિયમો બનાવું છું.” એલિસિયાએ કહ્યું કે ઓન્લીફેન્સે તેને નાણાકીય સ્વતંત્રતા અને આત્મવિશ્વાસ આપ્યો.

Raina
error: Unable To Copy Protected Content!