માતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે પરિવારે રામ મંદિરના નિર્માણ માટે દાનમાં આપી દીધા પોતાના બધા જ 7 લાખના ઘરેણાં

અયોધ્યાની અંદર બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી ઘણા જ લોકો દાન આપી રહ્યા છે. જે લોકો પાસેથી જે પણ કઈ શક્ય બને છે તેટલું દાન કરે છે જેના ઘણા કિસ્સાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે.

હાલ એવો જ એક કિસ્સો રાજસ્થાનના જોધપુરમાંથી સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ 7 લાખના દાગીના રામ મંદિર નિર્માણ માટે આપી દીધા છે. પરંતુ તેમનું આ સપનું તેમના જીવતે જીવંત તો પૂર્ણ ના થઇ શક્યું. પરંતુ તેમના મોત બાદ તેમનું આ સપનું જરૂર પૂર્ણ થયું છે.

આશાબેન ના પરિવારજનોનું કહેવું છે કે આ તેમની અંતિમ ઈચ્છા હતી કે તેમની પાસે જે કંઈપણ પોતાનું છે તેને તે રામ મંદિરના નિર્માણમાં દાન કરી દેવામાં આવે. આશાની અંતિમ ઈચ્છા અનુસાર તેના ગયા બાદ પરિવારજનોએ તેના ઘરેણાં વેચી અને 7 લાખ રૂપિયાથી પણ વધારેની રાશિ રામ મંદિર નિર્માણ માટે સમર્પણ નિધિમાં ભેટ કરી છે.

રામ મંદિર માટે રાશિ ભેગી રકવામાં આવી રહેલી જોધપુરની ટીમના આરએસએસ પ્રાંત પ્રચાર પ્રમુખ હેમંત ગોષ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે થોડા દિવસ પહેલા તેમની ઉપર એક ફોન આવ્યો હતો કે તે રામ મંદિરના નિર્માણ માટે દાન આપવા માંગે છે. આશાના પતિ વિજય સીંહ ગૌડ દ્વારા તેમની પત્નીની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના બધા જ ઘરેણાં વેચીને 7 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે.જોધપુરના સૂરસાગર ભુંરાટીયા નિવાસી આશા કંવરનું હાલમાં જ 54 વર્ષની ઉંમરમાં બીમારીના કારણે નિધન થયું છે. પોતાની બીમારી દરમિયાન આશાએ ગત 1 ફેબ્રુઆરીના રોજ પોતાના પતિ વિજય સિંહ અને દીકરાની સામે પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હતી.

આશા છેલ્લા થોડા સમય પહેલા કોરોના સંક્રમણનો શિકાર બની હતી. જો કે તેમાંથી બહાર પણ આવી ગઈ હતી. 3 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચેકઅપ માટે તે હોસ્પિટલ ગઈ હતી.  ત્ત્યાં ફેફસામાં સંક્રમણના કારણે તેને દાખલ કરવામાં આવી હતી. તેના બીજા જ દિવસે ફેફસામાં સંક્રમણના કારણે તેનું મોત થઇ ગયું હતું.

Niraj Patel