બોલો, સોસ માટે પૈસા આપવા પડ્યા તો 3 મહિલાઓએ આખું રેસ્ટોરેન્ટમાં માથે લીધું, કમર્ચારીઓ પર ફેંકી સોસની બોટલો અને પછી..

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને દરેક રોજ કંઈકને કંઈક નવું જોવા અને જાણવા ચોક્કસ મળી જાય છે. જેમાના અમુક વીડિયો પેરણાત્મક, અમુક ફની તો અમુક એવા અતરંગી હોય છે કે તેના પર વિશ્વાસ કરવો જ અશક્ય બની જાય છે. આજના સમયમાં લોકો બહારનું ચટપટું ખાવાના ખૂબ જ  શોખીન હોય છે અને જો સાથે ચટણી કે સોસ મળી જાય તો વાત જ ન પુછો! આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે જ્યા ત્રણ મહિલાઓ ન્યુયોર્કની એક રેસ્ટોરેન્ટમાં માત્ર સોસ(કેચઅપ)ને લીધે હંગામો મચાવતી અને કર્મચારીઓ પર હુમલો કરતી જોવા મળી રહી છે.

આ ઝઘડો માત્ર એટલી વાતમાંથી થયો કે યુવતીઓએ વધુ પડતો જ સોસ લીધો હતો એવામાં કર્મચારીઓએ પણ વધુ પડતા સોસને લીધે બિલમાં વધારાના $1.75 ડોલર પણ જોડી દીધા હતા. સામે આવેલા આ વીડિયોમાં મહિલાઓ કર્મચારીઓ પર મેટલના સ્ટુલ, કાંચની બોટલો અને વાસણો ફેંકતી દેખાઈ રહી છે અને બે મહિલાઓ તો કાઉન્ટર પર ચઢીને સોસની બોટલો ફેંકતી પણ દેખાઈ રહી છે.

જેના બાદ એક મહિલા કાઉન્ટરની બહાર ડાન્સ કરી રહી છે જ્યારે અન્ય બે મહિઅલાઓ રેસ્ટોરેન્ટનો સામાન નષ્ટ કરવામાં લાગેલી છે, અને ભાર ઉભેલા લોકો તેનો વીડિયો બનાવી રહ્યા છે. જાણકારીના આધારે આ ઘટના મૈનહટ્ટનના લોઅર હાર્ટ સાઈડમાં બેલ ફ્રાઈઝમાં બની હતી. આ ગેરકાયદેસર કામ કરવાને લીધે ત્રણે મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. રેસ્ટોરેન્ટના શેફ દ્વારા કહેવામાં આવ્યું કે,”ત્રણે મહિલાઓએ ફ્રાઈઝ માટે વધારે સોસ જોઈતો હતો, જ્યારે કર્મચારીએ સમજાવ્યું કે તેના માટે તેમણે વધારાના $1.75 ડોલરનું ભુગતાન કરવાનું રહેશે તો તે ગુસ્સે થઈ ગઈ અને આવું કામ કરવાનું શરૂ કરી દીધું હતું”.

રિપોર્ટના આધારે ત્રણે મહિલાઓએ રેસ્ટોરેન્ટની અંદર કોમ્પ્યુટર, એક કેશ રજીસ્ટર અને અન્ય સામાનની તોડ-ફોડ કરી હતી. હોટેલમાં કામ કરનાર એક વર્કર પણ કથિત રૂપે ઘાયલ થઇ ગયો હતો, જેના બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.મહિલાઓમાંની એકે ધરપકડના સમયે પોલીસ અધીકારીના ચેહરા પર મુક્કો પણ માર્યો હતો. એવામાં તેના પર હવે પોલીસ પર હુમલો, ધરપકડનો વિરોધ, સરકારી પ્રશાસનમાં ભંગ કરવાનો પણ આરોપ લાગ્યો છે અને સાથે અન્ય બે મહિલાઓ પર હથિયારો રાખવાનો આરોપ લાગ્યો છે.

Krishna Patel