ખબર

સુરતમાં પત્નીને પતિના આડા સંબંધોની શંકા ગઈ તો યુવકને પકડીને કરી નાખ્યું ગંદુ કામ, જુઓ

આજકાલ મોટાભાગના પરિવારોમાં પતિ પત્નીના કોઈ ત્રીજી વ્યક્તિ સાથેના સંબંધો સામે આવી રહ્યા છે. આવા સંબંધોના આવતા ગંભીર પરિણામો પણ આપણે જોયા છે. સોશિયલ મીડિયા અને સમાચારમાં આવી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે સુરતમાંથી જે ઘટના સામે આવી છે તે ખુબ જ ચોંકાવનારી છે. અહીંયા પત્નીએ પતિની પ્રેમિકાના વાળ કાપી અને તેનું મુંડન કરી નાખ્યું છે.

આ બાબતે મળી રહેલ માહિતી અનુસાર સુરત જિલ્લા પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલ સોની પાર્ક વિસ્તારોમાં રહેતી એક મહિલાનો પતિ બે સંતાનનો પિતા હોવા છતાં બીજી મહિલા સાથે લફરાં કરી રહ્યો હતો. પતિના આ આડા સંબંધોની ગંધ મહિલાને આવી ગઈ હતી, જેના બાદ મહિલાએ રણચંડીનું રૂપ ધારણ કર્યું હતું.

તેણે તાતીથૈયા ગામના સોની પાર્ક વિસ્તારમાં પતિ સાથે લફરા કરતી યુવતીને પકડી જાહેરમાં ઘસડી તેને માથાના વાળ કાપી મુંડન કરી નાખ્યું હતું. આ દરમિયાન કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો પણ કેદ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. પરણિત મહિલા જયારે પતિની પ્રેમિકાના વાળ કાપી રહી હતી ત્યારે ત્યાં લોકોનું ટોળું પણ જમા થઇ ગયું હતું.

આ ઘટના બાદ પતિની કથિત પ્રેમિકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધી ઘટનાને અંજામ આપનાર મહિલા સહીત અન્ય ત્રણ લોકો વિરુધ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી લીધી હતી.