અમદાવાદમાં પત્ની નહોતી રાખતી પતિને ખુશ, પછી પતિએ પરસ્ત્રી સાથે રંગરેલીઓ માનવી, 18 વર્ષનું લગ્ન જીવન તૂટવાનું હતું ત્યાં જ દીકરીએ કર્યું એવું કે……

અમદાવાદમાં ઘરવાળી પૂરતો સમય ન આપતી હોવાથી માટે પતિએ પરસ્ત્રી જોડે કર્યું લફરું, 10 વર્ષની દીકરી જોયું તો હોંશ ઉડી ગયા

આજકાલ સમાજમાં પતિ-પત્ની  અને વોના કિસ્સાઓ વધવા લાગ્યા છે, રોજ બરોજ સમાચારમાં આવી ઘટનાઓ પ્રકાશમાં પણ આવતી હોય છે. જેનું પરિણામ પણ ખુબ જ ગંભીર આવતા આપણે જોયું છે. હાલ એક એવો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જ્યાં પત્નીના સંબંધના બાંધવાના કારણે પતિએ અન્ય મહિલા સાથે સંબંધો બાંધ્યા હતા. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અભયમની ટીમને એક મહિલાએ ફોન કરીને કહ્યુ હતું કે, તેના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને એને કારણે લગ્નજીવન તૂટવાને આરે છે. મારું 18 વર્ષનું લગ્ન જીવન તૂટવાના આરે આવી ગયુ છે અને અમને એક 10 વર્ષની દીકરી પણ છે. મહિલાએ અભયમ હેલ્પલાઇનને ફોન કરીને તેમના લગ્નજીવનને તૂટતું બચાવવા આજીજી કરી હતી.

જેના બાદ અભયમની ટીમ મહિલાના ઘરે મદદ માટે પહોંચી હતી. મહિલાએ ટીમને જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી તેના પતિ કોઇ અન્ય મહિલા સાથે અફેર ધરાવે છે, તેના માટે થઇને તે પત્નીને રોજ માર મારતો હતો. તેમની દીકરીએ પિતાને વીડિયો-કોલ પર વાત કરતાં રંગેહાથ ઝડપી લીધા હતા. એમ છતાં પોતાની ભૂલ પકડાય નહિ એ માટે મોબાઇલ તોડી નાખ્યો હતો. પતિએ સ્વીકારી લીધું હતું કે તેની પત્ની તેને પૂરતો સમય આપતી નથી, તેથી સંબંધ બાંધવાતેને અન્ય સ્ત્રી સાથે અફેર કર્યું છે.

મહિલાએ વહેલી સવારે ચીસાચીસ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. કેટલાકે તેમની 10 વર્ષની દીકરી પાસેથી સમગ્ર ઘટના જાણીને મહિલાને 181 હેલ્પલાઇનને મદદ કરવા કહ્યું હતું. મહિલાએ એવી રજૂઆત કરી હતી કે તેનો પતિ રોજ તેને ઢોરમાર મારે છે અને તેની દીકરીને પણ ધમકાવે છે. લોકો ભેગા થઇ જતાં તેનો પતિ ભાગવાનો પ્રયત્ન કરતો હતો. દરમિયાન પડોશીઓએ તેને ઝડપી લીધો હતો.

દરમિયાન હેલ્પલાઇનની ટીમ આવી જતાં તેના પતિને પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. એના ડરથી તેણે સ્વીકારી લીધું હતું કે તેની પત્ની તેને પૂરતો સમય આપતી નથી, તેથી સંબંધ બાંધવા અન્ય મહિલા સાથે અફેર કર્યું છે અને તે અવારનવાર તેના ઘરે જાય છે. પતિની આ વાત સાંભળીને પત્ની રડી પડી હતી.

જોકે, તેણે છૂટાછેડા લેવાની જીદ કરી હતી. પરંતુ અભયમની ટીમે તેને સમજાવી હતી. તેમજ પતિ પાસેથી લેખિતમાં લખાવડાવ્યુ હતું કે, તે અન્ય સ્ત્રી સાથે સંબંધ નહિ રાખે. પતિના ખુલાસા બાદ સમગ્ર મામલો થાળે પડયો હતો અને મહિલા તેના પતિ સાથે રહેવા સહમત થઈ હતી.

Niraj Patel