બીજા રાજ્યની હિન્દી ભાષી મહિલા આવી ઢબુડી માતાજી પાસે પુત્ર પ્રાપ્તિ માટે આવી, જુઓ પછી શું થયું

ઢબુડી માતાજીનો દરબારમાં યુવતીએ કહ્યું, મારે બાળક નથી થતું, તો ઢબુડી માતાજીએ કહ્યું તારા શરીર પર બે તલ…..

Dhabudi Mataji Darbar: ગુજરાતની જનતા ધર્મપ્રિય જનતા છે અને મોટાભાગના લોકોની ઈશ્વરમાં આસ્થા છે. ત્યારે ભગવાનના મંદિરે દર્શન કરવાની સાથે સાથે ધાર્મિક ગુરુઓના પણ આશીર્વાદ લેવા માટે જતા હોય છે. જેમની પાસે તે પોતાની ઈચ્છા લઈને જાય છે અને ઈચ્છા પૂર્ણ થવા પર પોતે માનેલી માનતા પણ પૂર્ણ કરતા હોય છે.

ગુજરાતની ધરતી પર આવા ઘણા ચમત્કારો પણ જોવા મળે છે કે આવી ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે અને દૂર દૂરથી ભક્તો તેમના દર્શને પણ આવતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો ઢબુડી માતાજીનો પણ સામે આવ્યો છે. જેમાં એક બીજા રાજ્યની હિન્દી ભાષી મહિલા તેમની સમક્ષ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા લઈને આવે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઢબુડી માતાજીનો દરબાર ભરાયો છે અને ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ઉપસ્થિત થયા છે અને માતાજી ભક્તોને દર્શન આપી રહ્યા છે, ત્યારે ભક્તો પણ માતાજીના દર્શન કરીને ધન્ય થતા જોવા મળી રહ્યા છે અને ખુશીથી નાચતા પણ જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન ભક્તો પોતાની ઈચ્છાઓ લઈને પણ માતાજી પાસે પહોંચે છે અને માતાજી પણ તેમની ઈચ્છા પૂર્ણ થવા માટે જણાવે છે. આ દરમિયાન એક મહિલા પણ ત્યાં આવે છે. આ મહિલા ગુજરાતી નથી, પરંતુ હરિયાણાથી આવી છે અને તે માતાજી સમક્ષ પોતાની પુત્ર પ્રાપ્તિ માટેની ઈચ્છા વ્યક્ત કરે છે.

ત્યારે ઢબુડી માતાજી પણ તે મહિલાના શરીર પર બે તલ હોવાનું પૂછે છે અને મહિલા પણ હા કહેતા આ ચમત્કાર જોઈને ભક્તો પણ ખુશ ખુશાલ થઇ જાય છે. ત્યારબાદ મહિલા પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ઢબુડી માતાજી તેમને જણાવે છે કે તમારી ઈચ્છા પૂર્ણ થઇ જશે પરંતુ તેમને અહીંયા આવતા જતા રહેવું પડશે.

આ ઉપરાંત તે મહિલાને સર્પદોષનું નિવારણ કરવાનું પણ જણાવે છે. મહિલા પણ માતાજીની વાત સાંભળીને પ્રસન્ન થાય છે અને હસતા મોઢે ત્યાંથી ચાલી જાય છે. આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો માતાજી સમક્ષ પોતાની સમસ્યાના નિવારણ માટે આવેલા જોઈ શકાય છે. ત્યારે હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel