આ મહિલાએ કર્યું એવું કારનામુ કે વીડિયો થઇ ગયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ, જોઈને તમારા પણ રૂવાંડા ઉભા થઇ જશે

સોશિયલ મીડિયા ઉપર રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેને જોઈને આપણે પણ ચોંકી ઉઠીએ. સોશિયલ મીડિયામાં તમે ફાયર પાન ખાતા વીડિયો તો જોયા હશે, જેને જોઈને આપણે પણ હચમચી જઈએ. પણ શું તમે કોઈ મહિલાને સળગતા અંગારા ખાતી જોઈ છે?

વિચારીને જ આપણો પરસેવો છૂટી જાય, પરંતુ હાલ સોશિયલ મીડિયાની અંદર એક એવી જ મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે સળગતા અંગારા ખાઈ રહી છે. આ વીડિયોને આઇપીએસ ઓફિસર રૂપિન શર્મા દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

રૂપિન શર્માએ આ વીડિયોને 8 મેના તોજ પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો હતો. સાથે જ તેમને કેપશનમાં લખ્યું છે, “નાસ લેવો, મીઠાના પાણીના કોગળા કરવા, રોજ ગરમ પાણીથી લઈને હળદરવાળું દૂધ પીધા બાદ આ રીત બચે છે. કોરોના જીવતો ભસ્મ થઇ જશે !” આની સાથે જ તેમને એમ પણ લખ્યું છે કે “આ બધું ના કરો, વેક્સિન લગાવી લો બસ”

આ 30 સેકેન્ડના વીડિયોની અંદર એક મહિલા ખુરશી ઉપર બેઠી છે. તેની સામે ટેબલ ઉપર રાખેલી કટોરીમાં આગ સળગી રહી છે. તે ચીપિયાની મદદથી તે આગમાંથી નાના નાના અંગારા કાઢે છે અને ખાવા લાગે છે. આ મહિલા આ કામ એટલી સરળતાથી કરે છે કે એમ લાગે છે તે આગના અંગારા નહીં પરંતુ પાણીપુરી ખાઈ રહી હોય. જુઓ તમે પણ આ વાયરલ વીડિયો.

Niraj Patel