10માં માળેથી મહિલાએ પોતાના દીકરાને સાડીમાં લપેટીને નીચે લટકાવ્યો, વીડિયો જોઈને લોકોના રૂંવાડા પણ ઉભા થઇ ગયા

સોશિયલ મીડિયા ઉપર આજે કોઈપણ ઘટનાના વીડિયો વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી, ઘણી એવી ઘટનાઓ વાયરલ થતી હોય છે જેને જોઈને આપણી આંખો પણ પહોળી થઇ જાય. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા પોતાના બાળકને 10માં માળેથી સાડીમાં બાંધીને નીચે લટકાવી રહી છે.

જાણવા મળી રહ્યું છે કે આ વીડિયો દિલ્હીની બાજુમાં આવેલા ફરીદાબાદનો છે. વીડિયો જોયા બાદ લોકોના રૂંવાડા પણ ઉભા થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકો વિચારવા માટે મજબૂર થઈ રહ્યા છે કે શું કોઈ માતા આટલું મોટું જોખમ લઈને પોતાના પુત્રને સાડીથી લટકાવી શકે છે. વીડિયોમાં એક મહિલા તેના પુત્રને સાડીથી બાંધીને બિલ્ડિંગના 10મા માળેથી નવમા માળે લટકાવતી જોઈ શકાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ફરીદાબાદના સેક્ટર 82 સ્થિત ફ્લોરિડા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સની છે. જ્યાં બિલ્ડિંગમાં એક મહિલાએ બાલ્કનીની રેલિંગમાં સૂકવવા માટે કેટલાક કપડા મુક્યા હતા. નીચેના માળે પડવાથી અમુક કપડાં ફસાઈ ગયા. મહિલાનો પરિવાર 10મા માળે રહે છે.

જાણવા મળી રહ્યું છે કે જ્યાં તેના કપડા પડ્યા હતા તેની નજીકના ફ્લોરને તાળું મારી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ મહિલાએ મોટું જોખમ ઉઠાવીને તેના પુત્રને નવમા માળે સાડીથી લટકાવી દીધો, જેથી તે પડી ગયેલા કપડાંને ત્યાંથી લાવી શકાય. મહિલાના આ કૃત્યનો વીડિયો આગળના માળે રહેતા લોકોએ બનાવ્યો હતો. જે બાદ આ વીડિયો હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સદનસીબે બાળકીને સાડીથી લટકાવતા તેને કંઈ થયું ન હતું. સહેજ ભૂલમાં પણ બાળકનો જીવ જઈ શકતો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાળક 9મા માળના ફ્લેટની બાલ્કનીની રેલિંગ પર ઉભો છે. ધીમે ધીમે તેની માતા અને દાદી તેને ઉપરના માળે ખેંચે છે. IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આ ઘટના 6 ફેબ્રુઆરીએ બની હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના બાદમાં મહિલાએ પોતાના પુત્રનો જીવ જોખમમાં મુકવા બદલ અફસોસ વ્યક્ત કર્યો અને આ માટે તેને ઘણો પસ્તાવો થયો. એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના મેનેજમેન્ટે મહિલાને ખુલાસો કરવા નોટિસ પણ આપી છે.

Niraj Patel