સુરતની ચોંકાવનારી ઘટના : દીકરીને જન્મ આપી માતાનું કોરોનાથી મોત, મહિલા છેલ્લે પાણી માટે મારી રહી હતી વલખા

કોરોનાની મહામારીએ સમગ્ર ગુજરાત સહિત દેશમાં આતંક મચાવ્યો છે, ત્યારે કોરોનાને કારણે હજારો-લાખો લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, પરંતુ હાલ સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, એક મહિલાએ દીકરીને જન્મ આપ્યો અને તે બાદ કોવિડ 19ને કારણે તે મહિલાનું મોત થયું.

સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ-19માં સગર્ભા માતાના મૃત્યુ બાદ પરિવારે ડોક્ટરોની લાપરવાહીથી મોત થયું હોવાનો આરોપ લગાડ્યો છે. એટલું જ નહીં પણ મૃત્યુ પાછળ પ્રસૂતાની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું કારણ આપતા ડોક્ટરો સામે પરિવારે રોષ વ્યકત કર્યો છે.

મૃતક પૂનમબેન ઉર્ફે ભાવનાબેનના લગ્ન 9 વર્ષ પહેલા થયા હતા અને તેમણે 18 તારીખે એક બાળકીને જન્મ આપ્યો હતો અને તે બાદ તેમનો કોરોનાનો રીપોર્ટ કાઢવામાં આવ્યો હતો. જો કે, પહેલો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને ત્યારબાદ બીજો રિપોર્ટ પોઝિટિવ આવતા કોવિડ-19માં ખસેડાયા હતા.

Image source

પૂનમબેન સાથેના અંતિમ વીડિયો કોલમાં તે પાણી માટે તરસી રહી હોવાનું કહ્યું હતું અને કોઈ ડોક્ટર પણ હાજર ન હતા. તેમને 20 માર્ચના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

પૂનમબેનના જેઠે જણાવ્યુ હતુ કે, શ્વાસ લેવામાં તકલીફ થતી હોવા છતાં વેન્ટિલેટર પર રાખ્યા ન હતા. ત્યારબાદ વીડિયો કોલિંગથી વાત કરવાનો પ્રયાસ કરતા પૂનમબેન બેભાન થઈ ગયા હતા. દરમિયાન 19મીએ પૂનમની કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

વધુમાં તમણે જણાવ્યું હતું કે, ઓક્સિજન કે વેટિલેટર પર મૂકવું પડશે એમ કહેતા ડોક્ટરોએ પૂનમને માસ્ક પહેરાવી બેડ પર કલાકો સુધી રાખી મૂકી હતી. ત્યારબાદ પ્લાઝમા થેરાપી અપાઈ રહી હોવાની વાત કરી હતી. 20 માર્ચ 2021ના રોજ પૂનમબેનનું મૃત્યુ થઇ ગયું હોવાનું કહી ડોક્ટરોએ મૃતદેહ અંતિમ વિધિ માટે આપી દીધો હતો.

Image source

વધુમાં જણાવ્યું હતું કે અનેકવાર સિવિલમાં સોનોગ્રાફી કરાવી ત્યારે કિડની કામ કરતી હતી. પ્રસુતિ બાદ જ કિડની કેમ ફેલ થઈ ગઈ. આ બાબતે તેમનું કહેવુ છે કે ક્યાંયને ક્યાંય ડોક્ટરોએ લાપરવાહી કરી હોય તેમ લાગી રહ્યુ છે.

સૌ.આ. દિવ્ય ભાસ્કર
Shah Jina