મેરેજના આઠ-આઠ વર્ષ સુધી સંતાન માટે રાહ જોઈ પરિણીતાએ, હવે બાળકને જન્મ આપ્યો પણ મોઢું જોવે તેની પહેલા જ અનંતની વાટ પકડી લીધી…જાણો સમગ્ર મેટર
ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા કિસ્સા સામે આવે છે કે સાંભળી અથવા વાંચી આપણે પણ તેના પર વિશ્વાસ નથી કરી શકતા. ત્યારે રાજકોટમાંથી એવો કિસ્સો સામે આવ્યો, જેમાં લગ્નજીવનના 8-8 વર્ષથી સંતાન સુખ માટે રાહ જોતી પરિણીતાનું રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યા બાદ મોત નિપજ્યુ. આ ખબર પરિવારને મળતા જ દીકરાના જન્મની ખુશી તો એક બાજુ રહી અને પરિવારમાં કલ્પાંત સર્જાયો.
વાંકાનેરના મેસરિયાની પરિણીતાની પ્રસુતિ દરમિયાન ડોક્ટરોએ સિઝરિયનમાં મોડું કરતા બેદરકારી દાખવી અને તેને કારણે પ્રસુતાનું મોત નીપજ્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વાંકાનેરના મેસરિયા ગામે રહેતી અલ્પાબેન સાકરિયાને પ્રસુતિની પીડા ઉપડી અને તે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટમાં આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલ લાવવામાં આવ્યા.
જ્યાં તેમણે સિઝેરિયન બાદ પુત્રને જન્મ આપ્યો પણ તેઓ પછી ભાનમાં ન આવતા બેભાન હાલતમાં જ તેમનું કરૂણ મોત નિપજ્યુ હતુ, જે બાદ તો પરિવારમાં પુત્રના જન્મની ખુશી બાજુ પર રહી ગઇ અને અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઇ ગઇ. મૃતકના 8 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમના પતિ રાજકોટમાં મોરબી રોડ પર આવેલ સેટેલાઇટ ચોકમાં ડેરી ધરાવતા હતા. 8 વર્ષથી તેમને સંતાન ન હતુ પણ જ્યારે સંતાન સુખ મળ્યું તો તેનું મોઢું પણ તે ન જોઈ શક્યા.
જણાવી દઇએ કે, આ ઘટના ફેબ્રુઆરી 2023ની છે. મૃતકને પ્રસુતિની પીડા ઉપડતા સાંજના ચારેક વાગ્યે ડોક્ટરોએ સિઝેરિયન કરવાનું જણાવ્યુ અને તે પછી રાતના પોણા નવેક વાગ્યાના અરસામાં સિઝેરિયન બાદ પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ તે બાદ તેઓ ભાનમાં ન આવતા તેમનું મોત નિપજ્યુ હતુ. જો કે, પરિવાર દ્વારા આક્ષેપ કરાયો હતો કે તબીબોએ સિઝેરિયનમાં મોડું કર્યુ અને બેદરકારી દાખવી જેને કારણે અલ્પાબેન સાકરિયાનું મોત નીપજ્યું, આ મામલા બાદ પોલીસે પતિના આક્ષેપ અંગે નિવેદન નોંધ્યુ હતુ અને કાર્યવાહી હાથ ધરી હતી.