ગુજરાતમાં અહીં માસ્ક વગર રાખડી રહ્યા હતા આ ભાઈ, પોલીસે પકડ્યા તો કર્યું એવું કે વીડિયો જોઈને તમે પણ હેરાન થઇ જશો

કોરોના કાળની અંદર માસ્ક પહેરવું હવે ખુબ જ જરૂરી થઇ ગયું છે, એવું કહીએ તો પણ ખોટું નથી કે માસ્ક હવે જીવનનો એક ભાગ બની ગયું છે. ત્યારે ઘણા લોકો હજુ પણ માસ્ક પહેરવાને લઈને ગેરકાળજી રાખતા હોય છે.

પોલીસ પણ માસ્ક ના પહેરનારા લોકો સામે કડક વલણ અપનાવતી જોવા મળે છે.  ઘણા લોકો જ્યારે માસ્ક વગર પકડાય ત્યારે બહાના પણ કાઢતા જોવા મળે છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિને પોલીસે માસ્ક વગર પકડ્યો તો ધુણવા લાગી ગયો હતો અને એવું એવું કહી રહ્યો હતો તે જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી.

આ વીડિયો સાબરકાંઠાનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોની અંદર તે ભાઈ કહી રહ્યો છે કે આ કોરોના બોરોના કઈ નથી, પણ આ લોકોને કમાવવાનું જોઈએ છે, સાથે તે વ્યક્તિ એમ પણ કહી રહ્યો છે કે હું પોલીસ લાઈનમાં રહું છું.

લોકો માસ્ક ના પહેરવા અને દંડ ના ભરવો પડે તે માટે થઈને કેટલા બધા બહાના બનાવતા હોય છે. જુઓ તમે પણ આ વાયરલ થઇ રહેલો વીડીયો..

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel