હેલ્મેટ વગર સ્કૂટી લઈને ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો યુવક અને જોઈ લીધા ટ્રાફિક પોલીસને… પછી વાપર્યો એવો જુગાડ કે… જુઓ વીડિયો

આ ભાઈના જુગાડે તો આખું સોશિયલ મીડિયા ગાંડુ કર્યું, હેલ્મેટ વગર ટ્રાફિક પોલીસથી બચવા માટે એવું કર્યું કે જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો… જુઓ વીડિયો

Boy Save Challan Without Helmet : ભારત અને જુગાડનો વર્ષો જૂનો નાતો છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાનું કામ પૂરું કરવા માટે જુગાડનો સહારો લેતા હોય છે અને આ જુગાડ દ્વારા જ તેઓ કઠિન કામ પણ જુગાડ દ્વારા પાર પાડી દેતા હોય છે. ત્યારે હાલ એવા જ એક જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભાઈ ટ્રાફિક પોલીસ (traffic police) થી બચવા માટે જુગાડ અપનાવતો જોવા મળી રહ્યો છે.

હેલ્મેટ વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે, પરંતુ હેલ્મેટ વગર વાહન લઈને ચાલવું એ કાયદેસર છે. કેટલાક લોકો આનો ફાયદો ઉઠાવે છે! ત્યારે હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે પોલીસકર્મીને જોઈને એક વ્યક્તિ સ્કૂટી પરથી ઉતરી જાય છે અને તેને ધક્કો મારતા તેને પગે ચલાવીને લઇ જાય છે. કારણ કે છોકરાએ હેલ્મેટ પહેર્યું ન હતું. તેથી તે પોલીસને પાર કરવા માટે આવું કરે છે.

પોલીસકર્મીઓથી આગળ જતાં જ તે સ્કૂટી સ્ટાર્ટ કરે છે અને સટાક દઈને ગાયબ થઈ જાય છે. આ વ્યક્તિનો જુગાડ જોઈને ઈન્ટરનેટ યુઝર્સ કહી રહ્યા છે કે ભારતીયોના જુગાડ સામે બધા નિષ્ફળ ગયા છે. એક યુટ્યુબર દ્વારા આ વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો છે યુટ્યુબર બાઇક ચલાવી રહ્યો હતો. તે યુવકને સ્કૂટીને રોડ પર ધક્કો મારતો જોયો કે તરત જ તેણે તેને પૂછ્યું કે શું થયું… છોકરો કંઈ બોલતો નથી, બસ હસ્યો.

પેલો માણસ ફરી તેને પૂછે છે કે શું પેટ્રોલ ખતમ થઈ ગયું? છતાં છોકરો કંઈ બોલતો નથી. તે બસ નજીકમાં ઉભેલા ટ્રાફિક પોલીસ તરફ ઈશારો કરે છે. બાઇક ચાલક સમજે છે કે તેણે પોલીસ કોન્સ્ટેબલથી બચવા માટે આ યુક્તિનો ઉપયોગ કર્યો હતો. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ leki_goswami01 દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો જે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel