આ કપલને હનીમુને આપ્યુ જીવનભરનું દર્દ, કુલ્લુ મનાલીમાં પેરાગ્લાઈડિંગ કર્યું ને ટેક-ઓફ વખતે 15 ફુટ નીચે પટકાઈ, કરોડરજ્જુનું ફ્રેક્ચર થયું ને હાડકા પણ તૂટ્યા- વાંચો આખી સ્ટોરી
લગ્ન પછી નવા જીવનની શરૂઆત થાય છે, ઘણા અરમાન હોય છે, સપના હોય છે અને ચેલેન્જ ફણ હોય છે. લગ્ન પછી પતિ-પત્ની બંને થોડા દિવસો માટે હનીમૂન પર બહાર પણ જાય છે. મોટાભાગે લોકો આ માટે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા હિલ સ્ટેશન પસંદ કરે છે. પ્રશિના નામની એક યુવતિ પણ લગ્ન બાદ તેના પતિ સાથે કુલ્લુ ગઇ. અહીં પ્રશીનાને પેરાગ્લાઈડિંગ કરવાની ઈચ્છા થઇ. જ્યારે પણ તમે બહાર ફરવા જાઓ છો ત્યારે તમે તમારી પળોને યાદગાર બનાવવા માંગો છો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
પરંતુ કુલ્લુ ખીણમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે તે 15 ફૂટની ઊંચાઈએથી પડી ગઈ હતી. પ્રશીનાનું હનીમૂન તેના માટે મુશ્કેલ સમય લઈને આવ્યું. પેરાગ્લાઈડિંગ દરમિયાન તે 15 ફૂટની ઊંચાઈથી ખૂબ જ ઝડપથી નીચે પડી ગઈ અને તેને કારણે તેને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી. પ્રશિના હૈદરાબાદની એક સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે અને તે હનીમૂન માટે હિમાચલ ગઇ.
મૂળ આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાની પ્રશિનાને બુધવારે એઈમ્સમાં લાવવામાં આવી હતી અને અહીં ન્યુરોસર્જનના નેતૃત્વમાં એક ટીમની રચના કરવામાં આવી અને તેનું ઓપરેશન કરવામાં આવ્યુ, જે ત્રણ કલાક ચાલ્યું. ડોક્ટરોનું કહેવું છે કે તે હવે સ્વસ્થ થઈ રહી છે અને ટૂંક સમયમાં જ તેને રજા આપવામાં આવશે. પ્રશીનાનો પતિ અજય પણ સોફ્ટવેર એન્જિનિયર છે. તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કર્યા હતા.
પરંતુ સમયના અભાવે તે તરત હનીમૂન માટે ગયા નહોતા અને તે બાદ એપ્રિલમાં 30 તારીખે તે પત્ની સાથે મનાલી પહોંચ્યો. તેણે કહ્યું કે ગરમી વધારે હોવાને કારણે અમે હિલ સ્ટેશન પસંદ કર્યું. કુલ્લુ મનાલી આ માટે શ્રેષ્ઠ સ્થળ છે. એક સ્થાનિક ગાઇડે કહ્યું કે તમારે રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઈડિંગ કરવું જોઈએ. મહિલાના પતિએ જણાવ્યું કે તે પહેલાથી જ આનાથી ડરતો હતો, પત્ની પણ પહેલા ડરી પણ ટ્રેનરે કહ્યું કે તમારો ડર પેરાગ્લાઈડિંગ પર ખતમ થઈ જશે.
તેણે સંપૂર્ણ તૈયારી કર્યા પછી ટ્રેનરે ‘ગો’ શબ્દ ઉચ્ચારતા જ અહીંથી બધું ખોટું થઈ ગયું. પ્રશિના બરાબર દોડી ન શકી અને તે એક ઝાડ સાથે અથડાઈ અને 15 ફૂટ નીચે પડી, તેનું પેરાશૂટ પણ ન ખુલ્યું. છ લોકોએ પ્રશિનાને ઉપાડી અને તરત જ મનાલીની હોસ્પિટલમાં લઈ ગયા. તે ઉભી પણ રહી શકતી નહોતી. આ પછી યુવક તેની પત્નીને લઇને એઈમ્સમાં ગયો અને ડોક્ટરે કહ્યું કે તે ઠીક થઈ જશે પરંતુ કેટલીક સમસ્યાઓ તેની સાથે રહેશે.