સુરતમાં ટ્રકચાલકે મોપેડ પર જતા નવદંપતીને લીધા અડફેટે…પતિની નજર સામે જ પત્નીનું મોત

સુરતમાં મોપેડ પર જતા નવદંપતીને ટ્રકચાલકે લીધા અડફેટે, દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાતાં કચડાઈ પત્ની…

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં જ વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો. સવારે એક નવદંપતી મોપેડ પર નોકરી પર જઈ રહ્યું હતું અને આ સમયે રિંગરોડ ખાતે પહોંચતા એક આઇસર ટ્રકના ચાલકે તેમને અડફેટે લીધાં અને પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે પટકાઈ અને તેના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું.

દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાતાં કચડાઈ પત્ની

અકસ્માતને પગલે પત્નીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાઇ પણ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નાગપુરના અને સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલ બીલિયા નગર સોસાયટીમાં રહેતા શુભમ પરાતેને સંબંધીની દીકરી દિવ્યા સાથે પ્રેમ સંબંધ બંધાતા તેણે બે મહિના પહેલાં જ લગ્ન કર્યાં હતાં.

પતિની નજર સામે જ પત્નીનું મોત

શુભમ અને દિવ્યા વરાછા વિસ્તારમાં આવેલ મીત જેમ્સમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. દરરોજની જેમ ગત રોજ પણ સવારે 7:20 વાગ્યા આસપાસ તેઓ ઘરેથી મોપેડ લઈ નોકરીએ જઇ રહ્યા હતા. આ સમયે ઉધના દરવાજા બ્રિજ પરથી રિંગરોડ તરફ જતા એક આઇસર ટ્રકના ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી નવદંપતીની બાઇકને ટક્કર મારી અને આને કારણે મોપેડનું બેલેન્સ બગડ્યુ.

પરિવારજનો શોકમાં

આ દરમિયાન દિવ્યાનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે પટકાઈ અને તેના છાતી અને ગળાના ભાગે ટ્રકનું આખું ટાયર ફરી વળ્યું. જોકે, અકસ્માત બાદ પતિએ ટ્રકચાલકનો પીછો કર્યો અને તેને દૂર જઈને રોક્યો પણ તે ફરાર થઈ ગયો. ત્યારબાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત દિવ્યાને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ પણ ફરજ પરના તબીબે તેનેૃત જાહેર કરી. દિવ્યાના મોતને પગલે પરિવારજનો પણ શોકમાં છે.

Shah Jina