સુરતમાં રાત્રે 3 વાગે સાસુને ઓનલાઇન જોઈને ચોંકી ઉઠ્યો જમાઈ, જાસૂસી કરાવી તો એવી હકીકત સામે આવી કે જાણીને હેરાન રહી જશો

રાત્રે 3 વાગે સાસુમાં ઓનલાઈન દેખાયા, જમાઈએ લફરાબાજ પત્નીને આવી રીતે ઝડપી- જુઓ

આજે સ્માર્ટફોન મોટાભાગના લોકો પાસે જોવા મળે છે. અને આજે વ્યક્તિ રૂબરૂ મળવા કરતા ઓનલાઇન વધારે મળતા હોય છે. ઘણા લગ્ન સંબંધો પણ આ ઓનલાઇન સોશિયલ મીડિયાના કારણે તૂટવાના કિસ્સાઓ પણ આપણે જોયા છે, ત્યારે હાલ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી સામે આવી રહ્યો છે. જ્યાં એક જમાઈએ તેના સાસુને રાત્રે 3 વાગે ઓનલાઇન જોયા હતા, જેના બાદ તે પણ હેરાન રહી ગયો અને જયારે તેને તપાસ કરાવી અને આખી પોલ ખુલી ત્યારે સૌ કોઈ હેરાન રહી ગયા હતા. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કોટ વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન વર્ષ 2015માં થયા હતા. લગ્ન બાદ તેની પત્નીને કોઈ અન્ય યુવક સાથે પ્રેમ થયો હતો. જેના બાદ પત્ની તે યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટિંગ કરતી હતી. જયારે પતિને આ અંગેની જાણ થઇ ત્યારે તેને પત્નીના ફોનમાં પ્રેમી સાથેની ચેટના આધારે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.

પતિની અરજી બાદ અંદર પત્નીએ તેની ભૂલ સ્વીકારી હતી અને આગળથી ફોનનો ઉપયોગ ના કરવાનું પણ તેને જણાવ્યું હતું. જેના બાદ તેના પતિએ પણ સમાધાન કરી છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી. સાસરિયામાં આવીને પત્નીએ ફોન વાપરવાનું બંધ કરી દીધું. પરંતુ તે તેના પ્રેમીને ભૂલી શકતી નહોતી.

સાસરીમાં આવ્યા બાદ પત્ની સતત તેના પિયર જવા લાગી. આ દરમિયાન એક દિવસ તેના પતિએ રાત્રે ત્રણ વાગે જોયું તો તેના સાસુ ફોન ઉપર ઓનલાઇન દેખાયા, જેના બાદ પતિને શંકા જાગી અને તેને જાસૂસી કરાવતા ખબર પડી કે તેના સાસુના ફોન ઉપરથી તેની પત્ની જ તેના પ્રેમી સાથે ચેટિંગ કરી રહી છે. જેના બાદ પતિએ ફરીવાર છૂટાછેડા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા અને આ વખતે પત્નીએ પણ કબુલ્યું કે તે તેના પ્રેમીને ભૂલી નથી શકતી, જેના બાદ છૂટાછેડા મંજુર કરવામાં આવ્યા.

હજુ એક આવો કિસ્સો:

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓને લગ્નની લાલચ આપીને તેમની સાથે સંબંધો બાંધવામાં આવતા હોય છે. ઘણીવાર મહિલાઓ અને યુવતીઓને આવી બાબતોનો ફાયદો ઉઠાવીને બ્લેકમેઇલ પણ કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ અમદાવાદમાંથી સામે આવેલી એક ઘટનાએ ચકચારી મચાવી દીધી છે, જેમાં એક યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પતિને પણ છૂટાછેડા આપી દીધા, પરંતુ તેની સાથે જે થયું તે તેને સપનામાં પણ નહિ વિચાર્યું હોય. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના સરદાર નગરમાં રહેતી એક પરણિત 19 વર્ષની યુવતીને લગ્ન બાદ પણ સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુવક સાથે સંપર્કમાં આવી હતી અને તેને તે યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જેના બાદ તેના પ્રેમીએ તેને લગ્ન કરવાની લાલચ આપી અને હોટલમાં લઈને જઈને વારંવાર સંબંધો પણ બાંધ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

આ દરમિયાન પ્રેમી યુવકે પરણિત યુવતીને તેના પતિ સાથે છૂટાછેડા લઇ લેવા માટે પણ જણાવ્યું હતુ. યુવતીના લગ્ન વર્ષ 2021માં થયા હતા, પરંતુ લગ્નમાં મનમેળ ના થયો હોવાના કારણે તેની મમ્મી અને માસી સાથે જ રહેતી હતી, આ દરમિયાન જ ઇન્સ્ટાગ્રામ ઉપર રોયલ જીવન નામના એક યુવકની રિકવેસ્ટ આવતા તેને સ્વીકારી હતી અને ધીમે ધીમે બંનેએ મોબાઈલ નંબરની પણ આપ લે કરી લીધી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

યુવકે પોતે નરોડામાં રહેતો હોવાનું પણ જણાવ્યું હતું. યુવતીના આ પ્રેમ સંબંધો વિશે તેના માસી અને મમ્મીને પણ જાણ થઇ ગઈ હતી, પરંતુ દીકરીનું ફરીવાર ઘર વસતું જોઈને તે ખુશ હતા અને આ દરમિયાન જ યુવતીએ તેના જુના પતિ પાસે છૂટાછેડા પણ લઇ લીધા. છૂટાછેડા બાદ યુવતીએ તેના પ્રેમને ફોન કર્યો પરંતુ ફોન બંધ આવતો હતો. જીવને જે સોસાયટીનું સરનામું આપ્યું હતું ત્યાં પણ તે નામની કોઈ વ્યક્તિ રહેતી ના હોવાની જાણકરી મળી. જેના બાદ પોતે છેતરાઈ હોવાનું જાણ થતા નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.

Niraj Patel