જૂનાગઢમાં જે “બાપા”ના વહી જવાનો વીડિયો વાયરલ થયો હતો તેમને પોલીસે જીવન જોખમે બચાવ્યા, છેલ્લીવાર ફોન કરીને દીકરાને કહ્યું હતું, “કારના બોનેટ પર છું…”

જૂનાગઢ પોલીસ જેમના માટે ભગવાન બનીને આવી એવા પાણીમાં તણાઈ રહેલા વૃદ્ધે જણાવી પોતાની આપવીતી, પાણીના પ્રવાહ વચ્ચે વિતાવેલા એ દોઢ કલાક તમારા રૂંવાડા ઉભા કરી દેશે….

Junagadh’s story of an old man drowning in water : હાલ ચોમાસાનો માહોલ છે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આકાશી કહેર પણ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા જ જૂનાગઢમાં એવો જ એક નજારો જોવા મળ્યો હતો, જેમાં જૂનાગઢમાં 3 કલાકમાં જ 16 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે આકાશી આફતાના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેમાં જોવા મળ્યું હતું કે વરસાદમાં ભેંસો તણાઈ રહી હતી, ગાડીઓ તણાઈ રહી હતી અને આ દરમિયાન સામે આવેલા એક વીડિયોમાં એક બાપા પણ તણાઈ રહ્યા હતા.

જૂનાગઢમાં તણાયા હતા વૃદ્ધ :

આ વીડિયો હતો શનિવારની સાંજનો. જેમાં એક વૃદ્ધ વ્યક્તિને તણાંતા જોઈને એક બહેન બૂમો પાડી રહ્યા હતા કે “બાપા તણાઈ ગયા..” વીડિયોમાં એ પણ જોવા મળ્યું હતું કે વૃદ્ધ તણાઈ રહ્યા છે, પરંતુ ત્યારે તેમના બચાવ માટે કોઈ ત્યાં હાજર પણ નહોતું. આ ઘટનાના વીડિયોએ લોકોના કાળજા પણ કંપાવી દીધા હતા અને લોકો બસ એક જ પ્રાર્થના કરી રહ્યા હતા કે આ વૃદ્ધ સહી સલામત બચી જાય તો સારું. ત્યારે પોલીસ દ્વારા ભહકાવી લેવામાં આવ્યા હતા.

પોલીસે બચાવ્યો તેમનો જીવ :

જૂનાગઢ પોલીસ દ્વારા જીવન જોખમે આ વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેના બાદ લોકોએ પણ જૂનાગઢ પોલીસના ભરપેટ વખાણ પણ કર્યાહ આ. ત્યારે હવે આ વૃદ્ધ પાણીમાં કેવી રીતે તણાઈ ગયા અને તે કોણ છે તેના વિશેની માહિતી પણ સામે આવી છે. આ વૃદ્ધનું નામ વિનોધબુહાઇ ટેકચંદાની છે. તેઓ સતત દોઢ કલાક સુધી જીવન અને મોત વચ્ચે ઝઝૂમતા રહ્યા, અને આખરે જુનાગઢ પોલીસ તેમના માટે ભગવાન બનીને આવી અને તેમનો જીવ બચી ગયો.

સાઇકલ લઈને નીકળ્યા હતા વૃદ્ધ :

વિનોદભાઈએ જીવ બચ્યા બાદ દિવ્ય ભાસ્કર મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અમે 1986થી જૂનાગઢમાં રહીએ છીએ એ પહેલાં પોરબંદર રહેતા હતા. મારી જૂનાગઢમાં આલ્ફા ત્રણ પાસે એક દુકાન છે, જેમાં હું સમોસાંથી લઈને નાસ્તાના નાનાં-મોટાં પેકેટ્સ વેચું છું. એ દિવસે જૂનાગઢમાં સવારથી જ વરસાદ પડી રહ્યો હતો. બપોર સુધી વરસાદ ચાલુ હતો. વરસાદના કારણે ચારેય બાજુ સામાન્ય પાણી ભરાઈ ગયાં હતાં. જેના બાદ સાઇકલ એક સોસાયટીમાં મૂકીને ચાલતા ઘરે જવા નીકળ્યો.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઝાડના સહારે બચ્યો જીવ :

તેમને આગળ એમ પણ જણાવ્યું કે વરસાદના કારણે કાળવા પર લગાવવામાં આવેલી દીવાલ તૂટી ગઈ અને પાણી વહેવા લાગ્યા, જેમાં તે પણ તણાઈ ગયા અને પછી જેમ તેમ કરીને તેમને ગાડીનો સહારો લીધો, થોડીવાર ગાડી પર સહારો લીધા બાદ બીજી દીવાલ પણ તૂટી અને પાણીનો પ્રવાહ વધવા લાગ્યો, જેના કારણે ગાડી પણ તણાઈ ગઈ અને પછી હું જેમ તેમ કરીને એક ઝાડનો સહારો લઇ મદદ માટે રાહ જોવા લાગ્યો, તેમને છેલ્લીવાર દીકરાને ફોન કરીને જણાવ્યું હતું કે “હું કારના બોનેટ પર છું.” ત્યારબાદ તેમનો દીકરો અને ભાઈ બચાવવા માટે પહોંચ્યો પરંતુ તે પહેલા જ પોલીસે આવી અને તેમનું રેસ્ક્યુ કરી લીધું હતું.

Niraj Patel