ગુજરાતમાં ‘ગુજરાતી’ નથી આવડતી ? આ સવાલનો જવાબ તો બધાએ આપ્યો પણ ઓટોવાળા ભૈયાએ તો દિલ જીતી લીધુ- જુઓ વીડિયો

ભાષા દિલને જોડવાનું કામ કરે છે, તોડવાનું નહીં. પરંતુ ઇન્ટરનેટ પર દરરોજ આવા વીડિયો વાયરલ થાય છે, જેમાં કેટલાક લોકો ભાષાના નામે લડતા જોવા મળે છે. જો કે ગુજરાતના એક કન્ટેન્ટ ક્રિએટરે એક એવો ક્યૂટ વીડિયો શેર કર્યો છે, જેણે લોકોના દિલ જીતી લીધા છે. ક્લિપમાં, ખાસ કરીને ઓટોવાળા ભૈયાના શબ્દોએ લોકોને ખૂબ જ ભાવુક બનાવી દીધા છે. ‘મને ગુજરાતી નથી આવડતું’ એ પ્રશ્નના જવાબમાં, રસ્તા પર પસાર થતા લોકોએ એવા અદ્ભુત જવાબો આપ્યા છે, જેની અપેક્ષા ફક્ત દેશભક્તો પાસેથી જ રાખી શકાય છે.

લોકો કહે છે કે ઘણી ભાષાઓ હોવા છતાં, દેશ એક છે. તે દરેક ભારતીયને ક્યાંકને ક્યાંક એકબીજા સાથે જોડે છે અને આ માટે, યુઝર્સ હવે આ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. છોકરો વીડિયોમાં કહે છે કે ‘મને ગુજરાતી નથી આવડતું’, તેના જવાબમાં બાઇક પર બેઠેલી વ્યક્તિ કહે છે- ‘કોઈ વાંધો નથી, તમે હિન્દી જાણો છો, તો તેમાં બોલો.’ પછી તે માઇક લઇ પાનની દુકાન પર બેઠેલા કાકાને પણ આ જ પ્રશ્ન પૂછે છે, જેના પર તે કહે છે કે ‘કોઈ વાંધો નહીં, આપણે હિન્દીમાં વાત કરીશું.’

 

આગળનો વ્યક્તિ આ પ્રશ્નના જવાબમાં એમ પણ કહે છે કે ‘ગુજરાતી નથી આવડતું તો પણ શાંતીથી રહો અને રહેવા દો.’ પછી તે વ્યક્તિ સ્કૂટર પર બેઠેલી વ્યક્તિને પણ આ જ પ્રશ્ન પૂછે છે, જેના જવાબમાં તે કહે છે કે ‘જો કોઈ બહારથી આવ્યું હોય, મહેમાન હોય, તો તેને સારું લાગવું જોઈએ, જો તેને ગુજરાતી ન આવડતું હોય તો હું હિન્દીમાં વાત કરીશ.’ અંતે, તે વ્યક્તિ ઓટો ડ્રાઇવરને ગુજરાતી ન આવડવા અંગે પ્રશ્ન પૂછે છે, જેના જવાબમાં તે કહે છે કે ‘જુઓ, દેશ એક છે, ભારત એક છે, ભાષાઓ અલગ અલગ છે, પરંતુ જો તમે બધા સાથે પ્રેમથી વાત કરો છો, તો અર્થ એક જ છે.’

 

આ 46 સેકન્ડની રીલ આ સાથે સમાપ્ત થાય છે. @jaipunjabii નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલે આ રીલ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ રીલ પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું – લાસ્ટ અંકલ. દેખીતી રીતે તે ઓટો ડ્રાઇવર વિશે વાત કરી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડ 80 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે 15 લાખથી વધુ યુઝર્સે વીડિયોને લાઈક કર્યો છે, અને હજારો લોકોએ કમેન્ટ્સ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Jai Punjabi (@jaipunjabii)

Shah Jina
error: Unable To Copy Protected Content!