આ છે વેસ્ટઇન્ડીઝ ક્રિકેટર્સની ખૂબસુરત પત્નીઓ, પ્રેમની પિચ પર થયા હતા ક્લીન બોલ્ડ

કેરેબિયાઇ ક્રિકેટર્સ મેચને એકલા પોતાના દમ પર પલટવામાં માહેર છે. બીજી તરફ આ ક્રિકેટરોની પત્નીઓ સોશિયલ મીડિયા પર તબાહી મચાવે છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરો વિશ્વભરમાં T-20 ક્રિકેટ લીગમાં રમીને ખ્યાતિ મેળવી રહ્યા છે. ક્રિકેટ ઉપરાંત, વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરો તેમના અંગત જીવનને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે.

ક્રિસ ગેલ
વેસ્ટ ઇન્ડીઝના ઓપનર ક્રિસ ગેલને યુનિવર્સ બોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિસ ગેલની પત્ની નતાશા ખૂબ જ સુંદર છે. ક્રિસ ગેલ અને નતાશાએ વર્ષ 2009 માં લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી છે.

આન્દ્રે રસેલ
વેસ્ટ ઇન્ડીઝનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. રસેલ ઓછા ચોગ્ગા અને વધુ છગ્ગા ફટકારે છે. આન્દ્રે રસેલની પત્નીનું નામ જેસીમ લોરા છે. જેસીમ લોરા તેની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર અનેકવાર વાયરલ થતા રહે છે. જો કોઈ ક્રિકેટરની પત્નીને ક્રિકેટ જગતમાં સૌથી હોટ માનવામાં આવે છે, તો તે છે આન્દ્રે રસેલની પત્ની. આન્દ્રે રસેલની પત્ની વ્યવસાયે એક મોડેલ છે. બંનેએ વર્ષ 2014 માં સગાઈ કરી હતી અને પછી બંનેએ વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા.

સુનીલ નરેન
KKRના બીજા ઓલરાઉન્ડર સુનિલની પત્નીનું નામ અંજેલિયા છે. સુનીલ જે તેના શાંત સ્વભાવ માટે પ્રખ્યાત છે, તેની પત્ની IPL દરમિયાન ઘણીવાર પતિને ચીયર કરવા આવી ચૂકી છે.

શિમરોન હેટમાયર
IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમનાર શિમરોન હેટમાયરની પત્ની નિરવાની ગુયાનાની છે. તે એક મોડેલ અને ઉદ્યોગસાહસિક છે.

રોમારિયો શેફર્ડ
પોતાના પાવર હિટિંગ માટે પ્રખ્યાત રોમારિયો શેફર્ડની પત્નીનું નામ ટિયા ટ્રાન્સિયા જોસેફ છે. જે વ્યવસાયે ટીવી એન્કર છે.

નિકોલસ પૂરન
નિકોલસ પૂરન, જે IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમે છે, તેના લગ્ન કેથરિન મિગુએલ સાથે થયા છે. તે ઘણીવાર IPL અને અન્ય મેચો દરમિયાન તેના પતિ સાથે મુસાફરી કરે છે. પૂરને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.

જેસન હોલ્ડર
ઊંચા કદના ધાકડ ઓલરાઉન્ડર જેસન હોલ્ડરની પત્નીનું નામ ક્રિસ્ટીના છે. તે તેની ફિટનેસ અને સુંદરતા માટે પ્રખ્યાત છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!