સ્ટેજ ઉપર રડવા લાગ્યો ભાઈ તો જોઈને બહેનની આંખમાં પણ આવી ગયા આંસુ, તો એક બહેને પોતાની બહેનની વિદાય જ ના થવા દીધી, જુઓ

સોશિયલ મીડિયા ઉપર લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ વિદાયના વીડિયો તો જોનારની આંખોમાં પણ આંસુઓ લાવી દેતા હોય છે. વિદાયની ક્ષણ જ એવી હોય છે જે પથ્થર જેવા માણસની આંખોમાં પણ પાણી લાવી દે. ત્યારે હાલમાં જ એવા વીડિયો વાયરલ થઇ રહ્યા છે જે જોઈને તમારી આંખો પણ ભીની થઇ જશે તો બીજો એક વીડિયો જોઈને તમે પણ ખડખડાટ હસવા લાગશો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોની અંદર જોઈ શકાય છે કે લગ્નના મંડપની અંદર વર-કન્યા ઉભા હોય છે અને તેમની સાથે કન્યાનો ભાઈ પણ હાજર હોય છે. પોતાની બહેનના લગ્નને જોઈને તેને જૂની યાદો યાદ આવવા લાગે છે અને તે રડવા લાગી જાય છે. કન્યાના ભાઈને રડતો જોઈને કન્યા પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by पूजा (@splendidpooja)

તો બીજા એક વીડિયોની અંદર પણ કંઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો. જેમાં વિદાય બાદ વરરાજા કન્યાને લઈને જતા હોય છે ત્યારે જ અચાનક કન્યાની બહેન આવી જાય છે. અને દુલ્હનને વરરાજા સાથે જવા નથી દેતી, આ દરમિયાન કન્યાનો ભાઈ પણ આવી જાય છે અને તે પણ પોતાની બહેનને રોકી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Jagriti Khurana (@jagriti_khurana_)


સોશિયલ મીડિયા ઉપર આ બંને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને જોનારને ખુબ જ પસંદ પણ આવી રહ્યા છે. એક વીડિયો જોઈને તમે પણ ભાવુક થઇ જશો તો બીજા વીડિયોને જોઈને તમે તમારું હસવું રોકી નહીં શકો.

Niraj Patel