આ દીકરીના લગ્નને લાગ્યું કોરોનાનું ગ્રહણ, લગ્નના કાર્ડ વહેંચાઈ ચુક્યા હતા, ફલાઇટ અને ટ્રેનની ટિકિટો પણ બુક થઇ ગઈ હતી અને પછી…….

કોરોના વાયરસના કહેર દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે આપણા દેશમાં પણ ઘણા લગ્નોને અટકાવી દેવામાં આવ્યા છે તો ઘણા લગ્નની અંદર માત્ર ગણતરીના લોકો સાથે જ યોજવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે યુપીના મહારાજગંજમાં રહેવા વાળા એક પરિવારે પોતાના દીકરીના લગ્નની તારીખ ઠેલવી પડી હતી. જયસ્વાલ પરિવારની દીકરી પૂજા જયસ્વાલના લગ્ન 2 મેના રોજ થવાના હતા.

આ લગ્નની બધી જ તૈયારીઓ પણ પૂર્ણ થઇ ગઈ હતી. કાર્ડ પણ વહેંચાઈ ચુક્યા હતા. સંબંધીઓને લગ્નનમાં આવવા માટેની ફલાઇટ અને ટ્રેનની ટિકિટો પણ બુક કરાવી દેવામાં આવી હતી. પરંતુ કોરોનાના કારણે છેલ્લા સમયે લગ્ન કેન્સલ કરવામાં આવ્યા.

રાજીવ નગર નિવાસી રમેશ જયસ્વાલની દીકરી પૂજાના લગ્ન ગોરખપુરના નૌસઢ નિવાસી નવીનની સાથે 2જી મે ના રોજ નક્કી હતા. ઘરની અંદર લગ્નની બધી જ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી હતી. કન્યાની જવેલરી, લગ્નનો લહેંગો, મંડપ, લાઈટ બધીજ વસ્તુઓની તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ હતી, પરંતુ યુપીમાં વધી રહેલા કોરોનાના કારણે જયસ્વાલ પરિવારને પોતાની દીકરીના લગ્ન મોકૂફ રાખવા પડ્યા હતા. જેના કારણે તેમને અઢીથી ત્રણ લાખનું નુકશાન થયું છે.

કોરોનાના વધતા પ્રકોપને જોતા બંને પરિવારો દ્વારા સમજી વિચારીને લગ્નની તારીખ પાછળ ઠેલવાનું નક્કી કરવામાં આવ્યું. જે સંબંધીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા તેમને ફોન અને વૉટ્સએપ દ્વારા જણાવી દેવામાં આવ્યું છે.

કન્યાના પિતા રમેશભાઈએ એક એક રૂપિયો ભેગો કરી અને દીકરીના લગ્નની તૈયારીઓ કરી હતી. હવે તૈયારીઓમાં લાગેલા બધા જ પૈસા બરબાદ થઇ ગયા. તેમના ઘણા રૂપિયા ડૂબી ગયા.

આ બાબતે રમેશ જયસ્વાલે જણાવ્યું હતું કે તેમના અઢીથી ત્રણ લાખ રૂપિયા બરબાદ થઇ ગયા છે. ફરીથી બધી જ તૈયારીઓ કરવી પડશે. કોરોનાના આ ભયંકર સમયમાં ઓ જિંદગી બચી રહી છે તો આગળ જતા દીકરીના લગ્ન ધામ ધુમથી કરશે.

તો આ બાબતે દુલ્હન પૂજાનું કહેવું છે કે કોરોના એટલો ફેલાઈ ગયો છે કે જેના કારણે તેના પરિવાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછામાં ઓછા સંબંધી પણ આવતા તો પણ તેમના સંક્રમિત થવાનો ખતરો હતો. જેના કારણે તકલીફ વધી શકતી હતી. વાતાવરણ યોગ્ય થયા બાદ જ લગ્નની તારીખ ફરીથી નક્કી કરવામાં આવશે.

Niraj Patel