ત્રણ મિત્રોએ ભેગા મળી અને બનાવી પાણી ઉપર ચાલનારી કાર, જાણો શું છે ખાસિયતો અને કેટલી છે તેની કિંમત

આજકાલ ટેક્નોલોજીનો ખુબ જ વિકાસ થઇ ગયો છે, નવી નવી ટેક્નોલોજી અને આધુનિક વસ્તુઓ પણ બજારમાં આવી ગઈ છે. ટેસ્લા કંપનીની કાર વિશે તો આપણે સૌએ જોયું કે તે ડ્રાઈવર વગર પણ ચાલી શકે છે, પરંતુ હાલમાં એક બીજી ખબરે હલચલ મચાવી દીધી છે. ત્રણ મિત્રોએ ભેગા મળી અને પાણીની ઉપર ચાલતી કાર બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે.

મિસ્ત્રના અલેક્જેન્દ્રિયાના રહેવા વાળા કરીમ આમીને તેના મિત્રો સાથે મળીને એક કાર જેવી દેખાતી પ્રોડક્ટ બનાવી છે. રોયટર્સની ખબર પ્રમાણે આ કાર પાણીની અંદર ચાલી શકે છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેની અંદર જોવા મળી રહ્યું છે કે કાર સમુદ્રની અંદર દોડી રહી છે.

આ બાબતે તેમને જણાવ્યું કે પાણીમાં દોડનારી કાર સંપૂર્ણ રીતે તેમના દેશની અંદર જ બની છે. આ કારનું એન્જીન જાપાનનું છે. અત્યાર સુધી તે આવી 12 કાર બનાવી ચુક્યા છે. આ કારની કિંમત 19 હજાર ડોલર એટલે કે 14 લાખ રૂપિયાથી લઈને 44.800 ડોલર એટલે કે લગભગ 33 લાખ રૂપિયાની આસપાસ છે. જુઓ તમે પણ પાણી ઉપર દોડતી આ કારનો વીડિયો…

Niraj Patel