5 વર્ષમાં 1 લાખના બની ગયા 1.95 કરોડ…આ કંપનીના શેર એવી રીતે ચમકાવી ગયા કે બધુ જ ફીકું પડી ગયુ

1 લાખના બની ગયા 1.95 કરોડ…ફટાફટ જોઈ લો તમારી પાસે આ શેર છે કે નહિ, જુઓ

જો તમે રોકાણ માટે કોઇ મલ્ટીબેગર સ્ટોકની શોધમાં છો તો વારી રિન્યુએબલ ટેક્નોલોજીજના શેર પર નજર રાખી શકો છો. આ કંપનીના શેરે રોકાણકારોને ઘણા ઓછા સમયમાં જબરદસ્ત રિટર્ન આપ્યુ છે. કંપનીએ હાલમાં જ ડિસેમ્બર ત્રિમાહીના પરિણામો સાથે સ્ટોક સ્પ્લિટનું એલાન પણ કર્યુ છે. ગત ગુરુવારે કંપનીના શેરોમાં 5 ટકાની અપર સર્કિટ લાગી અને આ સ્ટોક 3317.15 રૂપિયાના ભાવ પર બંધ થયો છે, જે તેનું 52 વીક હાઇ છે.

આ તેજી સાથે કંપનીની માર્કેટ કેપ વધી 6,909.57 કરોડ રૂપિયા થઇ ગઇ. સ્ટોકનું 52-વીક લો 470 રૂપિયા છે. ડિસેમ્બર ત્રિમાહી દરમિયાન રિન્યુએબલ એનર્જી કંપનીનો કંસોલિટેડેડ PAT બેગણાથી વધી ગયો. આ 158 ટકા વધી ₹64.46 કરોડ થઇ ગયો. છેલ્લા નાણાકીય વર્ષની આ અવધિમાં કંપનીએ ₹24.98 કરોડનો PAT દર્જ કર્યો હતો. વારી રિન્યુએબલે ડિસેમ્બર ત્રિમાહીમાં ₹324.19 કરોડનું રેવેન્યુ દર્જ કર્યુ, જે એક વર્ષ પહેલાની અવધિમાં ₹73.88 કરોડથી 338% વધુ છે. કંપનીનો EBITDA 145.37% ની વૃદ્ધિ સાથે ₹87.82 કરોડ થઇ ગયો.

ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાહી દરમિયાન કંપનીને 70 મેગાવોટ કેપિસિટીનો ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પાવર પ્રોજેક્ટ મળ્યો. આનું 31 ડિસેમ્બર સુધી અઘોષિત ઓર્ડર બુક 749 મેગાવોટ છે. વારી રિન્યુએબલ ટેક્નોલોજીજે એ પણ ઘોષણા કરી કે બોર્ડે ₹10 ફેસ વેલ્યુવાળા 1 ઇક્વિટી શેરને ₹2 ફેસ વેલ્યુવાળા 5 ઇક્વિટી શેરોમાં વિભાજીત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ માટે રિકોર્ડ ડેટ હજુ નક્કી નથી થઇ.

છેલ્લા એક મહિનામાં Waaree Renewable Technologies ના શેરોમાં 84 ટકાની શાનદાર તેજી આવી છે. ત્યાં, છેલ્લા 6 મહિનામાં 129 ટકાનું દમદાર રિટર્ન આપ્યુ છે. છેલ્લા એખ વર્ષમાં રોકાણકારોને 571 ટકાનો બંપર પ્રોફિટ થયો છે. એટલું જ નહિ, છેલ્લા 5 વર્ષોમાં આ સ્ટોક 19,410 ટકા વધી ચૂક્યો છે. ફેબ્રુઆરી 2019માં Waaree Renewable Technologies ના એક શેરની કિંમત 17 રૂપિયા હતી, જે આજના સમયમાં વધીને 3,317.15 રૂપિયા થઇ ગઇ છે.

આનો મતલબ એ કે રોકાણકારોના પૈસા આ અવધિમાં 195 ગણા વધ્યા છે. જો આ સ્ટોકમાં 5 વર્ષ પહેલા કોઇએ 1 લાખ ઇન્વેસ્ટ કર્યા હોતા તો આજે આ રકમ 1.95 કરોડ હોતી. આ કંપનીએ માત્ર એક મહિનામાં જ 1 લાખની રકમ 1.80 લાખમાં ફેરવી અને 6 મહિનામાં 2.25 લાખમાં ફેરવી નાખી. આ ઉપરાંત જો એક વર્ષ પહેલા કોઇએ 1 લાખ આ કંપનીમાં રોક્યા હોત તો આજે 6.50 લાખ રૂપિયા થઇ ગયા હોત.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે GujjuRocks જવાબદાર રહેશે નહી.)

Shah Jina