એક સમયે કોમેડિયન હતા વોલોડિમિર ઝેલેન્સકી, યુક્રેનના રાષ્ટ્રપતિઓફિસમાં તસવીરો લગાવાની પાડી હતી ના, જાણો તેમના વિશેની ખાસ 10 વાતો

રશિયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે. આમ છતાં યુક્રેનના રાષ્ટ્રપતિ વિશ્વનું દિલ જીતી રહ્યા છે. યુદ્ધ પહેલા વિશ્વભરના લોકો માટે ઝેલેન્સકીનું નામ એકદમ નવું હતું. પરંતુ હવે જે પ્રકારની પરિસ્થિતિ છે તેમાં ઝેલેન્સકી નવા સ્વરૂપમાં બહાર આવ્યા છે. એક એવું સ્વરૂપ જે વિશ્વના લોકોનું દિલ જીતી રહ્યું છે. રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પોતે યુક્રેનની સેનાનું નેતૃત્વ કરી રહ્યા છે. ઝેલેન્સકીએ યુદ્ધ દરમિયાન યુક્રેનના વડાપ્રધાન અને અન્ય અધિકારીઓ સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે કહેતા જોવા મળ્યા હતા કે, ‘આપણે બધા અહીં આપણા દેશ માટે છીએ. અમે અહીં જ રહીશું. આપણા દેશ માટે લડીશુ.

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં પણ જે રીતે તે રસ્તા પર આવીને પોતાના લોકોનું સમર્થન કરી રહ્યા છે તેના કારણે સમગ્ર વિશ્વમાં તેમની પ્રશંસા થઈ રહી છે. એક રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે રાષ્ટ્રપતિ બન્યા બાદ ઝેલેન્સકીએ પોતાના અધિકારીઓને તેમની ઓફિસમાં તેમની તસવીરો ન મૂકવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે તે કોઈ આદર્શ વ્યક્તિ કે પ્રતિમા નથી. તેમના બદલે સરકારી અધિકારીઓએ તેમના બાળકોના ફોટા ઓફિસમાં મુકવા જોઈએ અને તેમને જોઈને તેમનો દરેક નિર્ણય લેવો જોઈએ. લોકો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની પ્રશંસા કરી રહ્યા છે કારણ કે તેઓ મેદાનમાં ઊભા છે અને દેશ છોડીને ભાગી રહ્યા નથી.

ઝેલેન્સકીએ યુએસ સરકારની કિવમાંથી સ્થળાંતર કરવાની વિનંતીને નકારી કાઢતાં કહ્યું કે મારે દારૂગોળો જોઈએ છે, હું ભાગીશ નહીં. યુક્રેનના રાષ્ટ્રપતિ સમયાંતરે તેમના નાગરિકોને સંબોધતા વિડિયો બહાર પાડી રહ્યા છે, તેમને ખાતરી આપવા માટે કે તેઓ દેશ છોડી રહ્યા નથી. ઝેલેન્સકી કહે છે કે તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી લડશે. તેઓ હાર માનવા તૈયાર નથી. ઝેલેન્સકી ટ્વીટ દ્વારા યુક્રેન અને દુનિયાના લોકો સુધી દરેક મહત્વની વાત પહોંચાડી રહ્યા છે.ઝેલેન્સ્કી એક રશિયન ભાષી યહૂદી છે, જે તેમના કોમેડી ટીવી શો માટે જાણીતા છે. તેમના દાદાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રેડ આર્મીમાં સેવા આપી હતી.

તેમને યાદ કરીને તાજેતરમાં તેમણે કહ્યું હતું કે તમને કહેવામાં આવે છે કે અમે નાઝીઓ છીએ, પરંતુ લોકો નાઝીઓને કેવી રીતે સમર્થન આપી શકે, જેમણે નાઝીવાદ પર વિજય માટે 8 મિલિયનથી વધુ લોકોનો જીવ લીધો ? હું નાઝી કેવી રીતે બની શકું ? મારા દાદાને કહો કે જેઓ આમાંથી પસાર થયા હતા. તે સમગ્ર યુદ્ધ દરમિયાન સોવિયેત આર્મીના પાયદળમાં અને સ્વતંત્ર યુક્રેનમાં કર્નલ તરીકે મૃત્યુ પામ્યા. ઝેલેન્સકી પાસે કાયદાની ડિગ્રી હતી, પરંતુ તે ક્ષેત્રમાં ક્યારેય તેમણે કામ કર્યું ન હતું. ઝેલેન્સકી એક એક્સિડેંટલ પ્રેસિડન્ટ છે.

વર્ષ 2019ની ચૂંટણીમાં તેઓ સૌથી અસંભવિત ઉમેદવાર હતા, પરંતુ જ્યારે તેમણે મેદાનમાં પ્રવેશવાની જાહેરાત કરી ત્યારે ઝેલેન્સકી ઓપિનિયન પોલમાં આગળ હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા, ઝેલેન્સકી કોમેડિયન હતા. તેમની એક પ્રોડક્શન કંપની પણ હતી. ઝેલેન્સકી તેમના પ્રખ્યાત ટીવી શો સર્વન્ટ ઓફ ધ પીપલમાં બતાવામાં આવ્યા હતા, જ્યાં તેમણે એક શાળા શિક્ષકની ભૂમિકા ભજવી હતી જે પાછળથી યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા હતા. ઝેલેન્સકીએ 73 ટકા મતો સાથે 2019ની ચૂંટણી જીતી હતી.

વોલોડીમિર ઝેલેન્સ્કી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેમનું નામ પેન્ડોરા પેપર્સમાં પણ આવ્યું છે. તે અને તેની પ્રોડક્શન કંપની ઓફશોર શેલ કંપનીઓ સાથે જોડાયેલા છે. તેમના પ્રમુખપદની ઝુંબેશમાં, ઝેલેન્સકીએ રશિયા સાથેના સંઘર્ષને સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું. જ્યારે ઝેલેન્સકી રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ઘણા તેમને યુક્રેનિયન ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા. વર્ષ 2003માં, ઝેલેન્સકીએ ઓલેના ઝેલેન્સકા સાથે લગ્ન કર્યા, તેમને એક પુત્ર અને એક પુત્રી છે. ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત તમામ માહિતી મીડિયા રીપોર્ટ્સને આધારે છે.

Shah Jina