એર હોસ્ટેસનો ગુપ્ત રીતે બનાવ્યો વીડિયો, વીડિયોમાં એવું તો શું હતું કે યુવકને કરવો પડ્યો ખુલાસો

સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક એવું બને છે, જેનાથી ભારે હોબાળો મચી જાય છે. કંઈક આવું જ એક વ્યક્તિએ વીડિયો પોસ્ટ કરતાં શરૂ થયું. વાત આગળ વધે તે પહેલાં, તેણે કેટલાક ખુલાસાઓ કર્યા જે ચોંકાવનારા હતા. ફ્લાઇટમાં એર હોસ્ટેસનો ગુપ્ત રીતે બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિ પર લોકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

હાલમાં, એક વ્યક્તિએ પ્લેનમાં મુસાફરી કરતી વખતે ફ્લાઇટ એટેન્ડન્ટનો ગુપ્ત રીતે વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ પોસ્ટમાં તેણે પૂછ્યું કે શું કોઈ તેના ઈન્સ્ટાગ્રામ આઈડીને જાણે છે. ત્યારબાદ લોકોએ તેને ઠપકો આપવાનું શરૂ કરતાં યુવકની મુશ્કેલીઓ વધી ગઈ.

ઈન્સ્ટાગ્રામ યુઝર @sampansingh07 એ આ કેપ્શન સાથે વિડિયો શેર કર્યો છે – ‘શું કોઈ તેનું ઈન્સ્ટા આઈડી જાણે છે?’ વીડિયોમાં તે તેની બાજુમાં ઉભેલી ફ્લાઇટ ક્રૂને ગુપ્ત રીતે રેકોર્ડ કરી રહ્યો હતો. અને વીડિયામાં તેણે લખ્યું છે કે ‘તે સુંદર લાગી રહી છે, હું તેનો નંબર પૂછવાનું વિચારી રહ્યો છું.’ વીડિયો પોસ્ટ કરતાની સાથે જ લોકોએ સંમતિ વિના કોઈનું રેકોર્ડિંગ કરવા બદલ યુવકને ઠપકો આપ્યો. કેટલાક યુઝર્સે તેને ‘ઘૃણાસ્પદ’ કહે છે. કેટલાક લોકો તો પોલીસમાં ફરિયાદ કરીને તેની તાત્કાલિક ધરપકડ કરવાની વાત પણ કરી રહ્યા હતા.

યુવકે કર્યો ખુલાસો
ઈન્સ્ટાગ્રામ યુઝર @sampansingh07એ આ વીડિયો પર ખુલાસો આપતાં કહ્યું કે, “વીડિયોમાં જે ફ્લાઇટ એટેન્ડન્ટ દેખાય છે. તે તેની લાંબા સમયથી ગર્લફ્રેન્ડ છે. અને અમે છેલ્લા 8 વર્ષથી ડેટ કરી રહ્યા છીએ. તેથી આ કહાનીનો શાર એ છે કે તમે સોશિયલ મીડિયા પર જે જુઓ છો તે દરેક વસ્તુ પર વિશ્વાસ કરવો નહીં.”

 

View this post on Instagram

 

A post shared by Sampan Singh 👑 (@sampansingh07)

Twinkle