પૈસા જમા કરાવવા માટે બેંકમાં ગયેલા વ્યક્તિએ સ્લીપમાં લખી દીધી એવી વસ્તુ કે હવે લોકો પેટ પકડીને હસવા લાગ્યા, જુઓ

બેંકની સ્લિપમાં આ ભાઈએ કરી હતી આટલી મોટી ભૂલ તોય બેંક વાળાએ રકમ કરી દીધી જમા, તસવીર જોઈને લોકોનું હસી હસીને પેટ દુઃખી ગયું, જુઓ તમે પણ

Viral Bank Deposit Slip : આજે દરેક વ્યક્તિ પાસે બેંકની અંદર ખાતું હોય છે, જેમાં તેમને લેવડ દેવડ કરવા માટે વારંવાર જવું પડતું હોય છે, ત્યારે બેંકમાં પણ કેટલીક ફોર્માલિટી છે, જેમાં પૈસા જમા કરાવવા કે ઉપાડવા માટે તમારે સ્લીપ પણ ભરવી પડે છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમને બેંકની સ્લીપ ભરતા પણ નથી આવડતું ત્યારે કોઈ વ્યક્તિ તેમની મદદ પણ કરતું હોય છે, તમે પણ ક્યારેક બેંકમાં ગયા હશો ત્યારે આ રીતે કોઈની મદદ ચોક્કસ કરી હશે.

ત્યારે હાલ ‘ઇન્ડિયન બેંક’ની ડિપોઝિટ સ્લિપની તસવીર સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, બેંકની આ ડિપોઝિટ સ્લિપમાં, ખાતાધારકે રોકડ જમા કરવા માટે તેની તમામ માહિતી લખી છે. પરંતુ ‘રાશિ’ની કોલમમાં તેણે રકમને બદલે જે લખ્યું છે તે વાંચીને લોકો હસવાનું રોકી શકતા નથી.

આ તસવીર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે, જે 16 એપ્રિલે ટ્વિટર યુઝર @NationFirst78 દ્વારા શેર કરવામાં આવી છે. તેણે કેપ્શનમાં લખ્યું “લોકો કેટલા અદભૂત છે. આ અંગે અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે. કેટલાકે લખ્યું કે આ લોકો ક્યાંથી આવે છે? એવું લાગે છે કે તુલા રાશિના લોકો આવા પરાક્રમો કરતા રહે છે?

આ ‘ડિપોઝિટ સ્લિપ’ની ઉપરની બાજુએ લખેલી માહિતી મુજબ, આ કેસ ભારતીય બેંકની મુરાદાબાદ શાખાનો છે.  એક ખાતાધારક બેંકમાં પૈસા જમા કરાવવા ગયો હતો. પરંતુ ડિપોઝીટ સ્લીપમાં તમામ માહિતી યોગ્ય રીતે લખ્યા બાદ તેણે રકમની કોલમમાં ‘તુલા’ લખી હતી. કારણ કે રકમ હિન્દીમાં રાશી તરીકે લખવામાં આવી હતી. હવે તેજસ્વી ખાતાધારકને લાગ્યું હશે કે બેન્કર્સ તેની પાસેથી તેની રાશિ માંગશે. સ્લિપ પર બેંકની સીલ સાથે 12 એપ્રિલની તારીખ પણ છે, જેનાથી સ્પષ્ટ થશે કે આ ભૂલ હોવા છતાં, બેંકરોએ ખાતાધારકના પૈસા જમા કરાવ્યા હતા.

Niraj Patel