આ વિનેશ ફોગાટનો ત્રીજો ઓલિમ્પિક છે. પહેલવાનોના પરિવારમાંથી આવતી વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 1994ના રોજ થયો હતો. વિનેશ ફોગાટે તેનું પ્રાથમિક શિક્ષણ KMC સીનિયર સેકન્ડરી સ્કૂલ ઝોઝુ કલાં, હરિયાણાથી પૂર્ણ કર્યું છે. ત્યારબાદ તેણે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી (MDU) રોહતક, હરિયાણાથી તેની સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી.
ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે.એવી માહિતી સામે આવી છે કે, વિનેશ ફોગાટ હજુ પણ પેરિસ ઓલિમ્પિક 2024માં સ્લિવર મેડલ જીતી શકે છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશને વિનેશ ફોગાટની અપીલ સ્વીકારી લીધી છે. આ દેશ માટે ખરેખર સારા સમાચાર છે.
વિનેશ ફોગાટના આ બે મુદ્દા તરફ કોર્ટનું ધ્યાન ગયું હતું અને જેનો હાલ એક પર નિર્ણય આવી ગયો છે, બીજો મુદ્દો હાલ પણ એક્ટિવ છે. બીજા મુદ્દા પર કાલે સવારે નિર્ણય આવી શકે છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ એટલે કે IOCને વિનેશ ફોગાટને સિલ્વર મેડલ આપવો પડી શકે છે એવા સમાચાર મળ્યા છે.
જુઓ કેટલી ભણેલી છે અને અત્યારે સુધીમાં કેટલા મેડલ જીતી છે વિનેશ?
29 વર્ષીય વિનેશે 2014 અને 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. આ ઉપરાંત, તેણે 2014 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ અને 2018 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફોગાટના નામે 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક પણ છે. વિનેશ ફોગાટે કાલની પેરિસ ઓલિમ્પિક 2024ની મહિલાઓની 50 કિલોગ્રામ કુસ્તીની રોમાંચક મેચ બાદ ફાઇનલ મેચમાં પ્રવેશ મેળવ્યો હતો
વિનેશ ફોગાટ તેના અસાધારણ રમત કૌશલ્ય અને દૃઢ સંકલ્પ માટે જાણીતી છે. તેણે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને દેશ માટે અનેક મેડલ્સ જીત્યા છે. તેની સફળતા માત્ર તેના વ્યક્તિગત પ્રયાસોનું જ નહીં, પરંતુ તેના પરિવારના સમર્થન અને ભારતમાં મહિલા કુસ્તીના વિકાસનું પણ પરિણામ છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં, વિનેશ ફોગાટ પર ભારતની મેડલની આશાઓ હતી . તેની પાસે પહેલાથી જ બે ઓલિમ્પિકનો અનુભવ છે. 100 ગ્રામ વજનથી વિનેશ ફગાટ સ્પર્ધા થી બહાર થઇ ગઈ છે .સમગ્ર ભારત દેશ માટે આ બહુ માથા સમાચાર છે.તેની તૈયારી અને પ્રતિબદ્ધતા તેને ટોચના સ્થાને લાવી છે,
વિનેશ ફોગાટની સફળતા ભારતમાં યુવા મહિલાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે. તેણે દર્શાવ્યું છે કે મજબૂત ઇચ્છાશક્તિ અને કઠોર પરિશ્રમ દ્વારા કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. તેની શૈક્ષણિક પાત્રતા પણ દર્શાવે છે કે રમતગમત સાથે શિક્ષણનું સંતુલન જાળવવું કેટલું મહત્વપૂર્ણ છે. તેના પ્રદર્શનથી આવનારી પેઢીઓને પ્રેરણા મળશે અને તેઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટતા હાંસલ કરવા પ્રેરાશે.