સુરતના આ ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ ધગધગતા અંગારા પર ચાલવાની છે અનોખી પરંપરા, વીડિયો જોઈને તમે પણ નતમસ્તક થઇ જશો.. જુઓ

ગુજરાતના આ ગામમાં શ્રદ્ધા એવી છે કે ત્યાં પુરાવાની પણ જરૂર નથી, 80 વર્ષથી ચાલી આવતી પરંપરામાં હોળી પ્રગટાવ્યા બાદ ધગધગતા અંગારા પર ચાલે છે લોકો, જુઓ વીડિયો

Villagers walk on the burning embers of Holi : આપણા દેશમાં ઘણી જગ્યાઓ એવી છે જ્યાં આજે પણ ચમત્કાર જોવા મળે છે. કેટલાક મંદિરો અને કેટલીક જગ્યાઓ સાથે એવી શ્રદ્ધા જોડાયેલી છે, જેના માટે કોઈ પુરાવાની પણ જરૂર નથી. ત્યારે આ હોળીના તહેવાર પર સુરતનું એક ગામ એવું છે જ્યાં આજે પણ લોકો ધગધગતા અંગારા પર ચાલે છે. આ પરંપરા આજથી નહિ પરંતુ વર્ષોથી ચાલી આવે છે અને આ હોળી પર પણ એવો જ નજારો જોવા મળ્યો હતો.

આ ગામ છે સુરતના ઓલપાડનું સરસ ગામ. જ્યાં હોલિકા દહન બાદ લોકો ખુલ્લા પગે અંગારા પર ચાલે છે. આ અનોખી શ્રદ્ધા ધરાવતી પરંપરા વર્ષોથી ચાલી આવે છે જેને આજે પણ જીવંત રાખવામાં આવી છે. એવુંય કહેવાય છે કે આ પરંપરા આજથી લગભગ 80 વર્ષ પહેલા શરૂ થઇ હતી. સમગ્ર સરસ ગામના ગ્રામજનોના સહયોગથી આ હોળીનું આયોજન કરવામાં આવે છે.

કોરોના દરમિયાન પણ આ પ્રથા ચાલુ રાખવામાં આવી હતી. ત્યારે બહારથી આવતા લોકો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સરસ ગામમાં ચાલતી આ અનોખી પ્રથમ બાળકોથી લઈને વૃધ્ધો પણ શ્રધ્ધાભેર ભાગ લે છે. ત્યારે હોળીના દર્શને આવતા તમામ ભક્તો ગ્રામજનોને સળગતા અંગારા પર ચાલતા જોઈને મંત્રમુગ્ધ બની જાય છે.

સરસ ગામની હોળી એટલી પ્રખ્યાત છે કે ગામના જ નહિ આસપાસના ગામના લોકો પણ હોળીના દિવસે ખાસ અહીંયા હોલિકાના દર્શન કરવા માટે આવે છે અને તે પણ ધગધગતા અંગારા પર ચાલતા હોય છે. ખાસ વાત તો એ છે કે ધગધગતા અંગારા પર ચાલવા છતાં પણ લોકો દાઝતા નથી.  એવી પણ માન્યતા છે કે ગામના તળાવમાં સ્નાન કર્યા બાદ જ અંગારા પર ચાલી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel