ગૌતમ સિંઘાનિયાને બધી સંપત્તિ આપવી એ મારી ભૂલ હતી, પછતાઇ રહ્યા છે વિજયપત સિંઘાનિયા

ગૌતમ સિંઘાનિયાએ રેમન્ડ કંપની સાથે મારુ દિલ પણ તોડ્યુ…પારિવારિક વિવાદ બાદ બોલ્યા બિઝનેસમેનના પિતા

Singhania Family Dispute: ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદી વચ્ચેના છૂટાછેડાનો મામલો કંપની પર ભારે પડી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં રેમન્ડ લિમિટેડના શેરમાં લગભગ 8 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે માર્કેટ કેપમાં રૂ. 1,500 કરોડનું નુકસાન થયું છે. આ દરમિયાન, ગૌતમ સિંઘાનિયાના પિતા વિજયપતે કહ્યું છે કે કંપનીનું નામ હવે બેંકર્સ અને શેરધારકો પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ પ્રશ્ન છે કે વર્તમાન પરિસ્થિતિ કંપની પર કેવી અસર કરશે અને રેમન્ડના નામ પર તેની કેટલી અસર પડશે?

બિઝનેસ ટુડેના એડિટર સૌરવ મજમુદાર સાથેની એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે રેમન્ડનું નામ આખરે તેના પર નિર્ભર રહેશે કે મોટી સંખ્યામાં શેરધારકો, બેન્કર્સ, ખરીદદારો, વેચાણકર્તાઓ તેને કેવી રીતે જુએ છે. તેમણે કહ્યું કે આમાં બે બાબતો હોઈ શકે છે, એક તો તેઓ આ મુદ્દાને કેવી રીતે જુએ છે અને તેની તેમના પર શું અસર પડશે?

તેથી મને લાગે છે કે રેમન્ડ નામની અસર થશે કે કેમ તેનો જવાબ આપવો ખૂબ જ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે તેને (રેમન્ડ) બનાવવામાં ઘણો સમય લાગ્યો, જ્યારે અમે તેને ખરીદ્યું ત્યારે તે ધાબળા બનાવતી ખૂબ જ નાની કંપની હતી અને પછી મેં તેની જવાબદારી લીધી અને આજે તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગૌતમ અને નવાઝ વચ્ચેના છૂટાછેડા અંગે વિજયપત સિંઘાનિયાએ કહ્યું કે હું આ મામલે કંઈ કરીશ નહીં.

તેમણે કહ્યું કે ગૌતમ રેમન્ડ તોડી રહ્યો છે, જેના કારણે મારું દિલ તૂટી રહ્યું છે. વિજયપતે કહ્યું કે મેં મારું જીવન જીવી લીધુ છે. હવે માત્ર 2 થી 3 વર્ષ બચ્યા હશે. હું ગૌતમને કંઈ કહેતો નથી કે તેને શું કરવું જોઈએ. તેણે પોતાનું લક્ષ્ય નક્કી કરવું પડશે. વિજયપતે કહ્યું કે ગૌતમ સિંઘાનિયા ક્યારેય પણ નવાઝ મોદીની 75 ટકા નેટવર્થની માંગ સાથે સહમત નહીં થાય. તેણે કહ્યું કે તેનો હેતુ બધુ જ ખરીદવાનો છે.

તેમણે કહ્યું કે મારી પાસે લડવા માટે આવા પૈસા બચ્યા નહોતા, જેના કારણે તેણે બધું ખરીદી લીધુ. નવાઝ મોદી અંગે તેમણે કહ્યું કે તેને આ રીતે લડીને કંઇ વધારે નહીં મળે, તો તે 75 ટકા હિસ્સો કેમ માંગી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી હું જાણું છું, કોઈપણ નાનો વકીલ હિંદુ મેરેજ એક્ટ હેઠળ 50 ટકા હિસ્સો અપાવી શકે છે.

Shah Jina