બોલીવુડના મહાનાયકે બતાવ્યો આકાશનો દુર્લભ નજારો, એક સાથે જોવા મળ્યા 5 ગ્રહો, વીડિયો થયો વાયરલ… જુઓ

અમિતાભ બચ્ચને શેર કરેલા આ દુર્લભ વીડિયોને જોઈને અભિભૂત થયા દેશવાસીઓ, નરી આંખોએ નિહાળ્યા 5 ગ્રહો, જુઓ તમે પણ

ઇન્ટરનેટ પર રોજ અલગ અલગ વિષયનો લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં પણ પ્રકૃતિને લઈને આવતા વીડિયોને લોકો જોવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. ત્યારે હાલમાં જ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર  કર્યો છે. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેણે હાલમાં જ આકાશમાં જોવા મળતા એક દુર્લભ નજારાનો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વિડિયો ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે. આમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને યુરેનસ એક સીધી રેખામાં જોઈ શકાય છે. આ સાથે ચંદ્રની સુંદર ઝલક પણ જોવા મળી રહી છે.

વીડિયો શેર કરતી વખતે, અમિતાભ બચ્ચને કેપ્શનમાં લખ્યું “કેટલું સુંદર દૃશ્ય છે. આજે 5 ગ્રહો એકસાથે એક સીધી રેખામાં જોવા મળ્યા… સુંદર અને દુર્લભ… આશા છે કે તમે પણ તેના સાક્ષી બનો….” બિગ બીના આ વીડિયોમાં ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે તેમણે તેને મોબાઈલથી રેકોર્ડ કર્યો છે કે DSLRથી. ઘણા લોકોએ આનો આનંદ પણ લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

કોમેન્ટ કરતા એકે લખ્યું, ‘મને પણ આ કેમેરા જોઈએ છે.’ તો એક વ્યક્તિએ કોમેન્ટ કરી કે “આ ક્લિપ જોયા પછી સાબિત થયું છે કે વોટ્સએપ ફોરવર્ડ્સ તેમની પાસે આવે છે. આ ગુરુ ગ્રહ અને તેના ચાર ઉપગ્રહો છે. ભારત રત્નની જરૂર છે.” આ ઉપરાંત બીજા ઘણા યુઝર્સ સાથે ઘણા સેલેબ્સ પણ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel