ચાલુ લગ્નમાં મંડપની અંદર જ ઉભા રહીને વરરાજાએ કન્યાની સામે કર્યું એવું કે મહેમાનો પણ જોઈને હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, સાથે જ સોશિયલ મીડિયામાં પણ લગ્નની તસવીરો અને વીડિયોની વણઝાર ચાલી રહી છે, ઘણા વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ હેરાન રહી જાય છે તો ઘણા વીડિયોમાં લગ્નમાં થતી ધમાલ મસ્તી જોઈને લોકો પેટ પકડીને હસવા પણ લાગી જાય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો ખુબ જ મજા માણી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનની બ્રાઈડલ એન્ટ્રી બાદ તે સ્ટેજ પર ઉભી થતા જ વરરાજાએ તેની દુલ્હનને બધાની સામે ચોંકાવી દીધી હતી. વરરાજા પાસેથી આવી કોઈને અપેક્ષા નહોતી. સામાન્ય રીતે, સામાન્ય લગ્નોમાં આવું જોવા મળતું નથી. બોલિવૂડ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’ના ટાઈટલ સોંગ પર વરરાજાએ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. કન્યા સ્ટેજ પર ઉભી હતી, જ્યારે વરરાજા ગીત સાથે નાચતો હતો.

પર્ફોર્મન્સ દરમિયાન વરરાજાએ ઘણી વખત એવું કર્યું, જેના કારણે દુલ્હન સ્ટેજ પર જ પાછળ હટવા લાગી. વરરાજાએ ગીતના શબ્દોમાં ‘દૌલત’ શબ્દ સાંભળ્યો અને ખિસ્સામાંથી નોટ કાઢીને દુલ્હન પર ફેંકી દીધી. સૌથી મજેદાર ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે ત્યાં હાજર બાળકો દુલ્હન પાસે આવ્યા અને નોટો લૂંટવા લાગ્યા.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર amit_kumar_chaurasiya333 નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવતા જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘સુપર કપલ, લવ યુ. શું ડાન્સ થયો છે, એકવાર જરૂર જોજો. છેલ્લે શું થયું તે જુઓ. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.”

Niraj Patel