હેવી ટ્રકને બહાર કાઢવાના ચક્કરમાં ટ્રકનો પણ વળી ગયો સત્યાનાશ, નદીમાં જોવા મળ્યો એવો ડરામણો નજારો કે જોઈને તમે પણ…

થોડા સમય પહેલા એક ટ્રેન્ડ શરૂ થયો હતો, જેમાં jcb જો કોઈપણ જગ્યાએ ખોદકામ કરતું હોય તો તેને જોવા માટે લોકોના ટોળા એકઠા થતા હતા. જેના ઘણા વીડિયો પણ આપણે ઇન્ટરનેટ ઉપર વાયરલ થતા જોયા હશે, ત્યારે હાલ એક ચોંકાવનારી ઘટનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ટોઇંગ ક્રેન પુલ પરથી પહેલેથી જ પડી ગયેલી ટ્રકને ઉપાડતી વખતે પાણીમાં અથડાઈ હતી. આ ઘટના ઓડિશાના તાલચેર શહેરની છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર રવિવારે એક ટ્રકને ઉપાડવા માટે બે ક્રેન્સ પુલ પર કામ કરી રહી હતી. જો કે, વાહનને કાળજીપૂર્વક પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે એક ક્રેનનો કેબલ અચાનક તૂટી ગયો હતો અને આખો લોડ બીજી ક્રેન પર ફેરવાઈ ગયો હતો. જેના કારણે બીજી ક્રેન ધીમે ધીમે પુલની બાજુમાં સરકીને અંતે પાણીમાં પડી ગઈ હતી. આ ભયાનક ઘટનાનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે.

ક્લિપમાં ચોંકાવનારી ક્ષણ બતાવવામાં આવી છે, ક્રેનની અંદર ડ્રાઈવર પણ હાજર હતો અને તે પણ બ્રિજ પરથી નીચે પડી રહ્યો છે. સદનસીબે ડ્રાઈવરનો જીવ બચી ગયો હતો. મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઔદ્યોગિક વાહનનો ડ્રાઇવર પણ તેની ક્રેન કેબિનમાંથી સુરક્ષિત રીતે તરવામાં સફળ રહ્યો હતો. ટૂંકી ક્લિપે ઇન્ટરનેટને સ્તબ્ધ કરી દીધું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોયા બાદઘબના યુઝર્સ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘ક્રેન ઓપરેટર બહાર નીકળીને કિનારે તરવામાં સફળ રહ્યો તે જોઈને આનંદ થયો.’ અન્ય યુઝર્સે કહ્યું, “મને ખબર નથી કે શું ખોટું થયું, જેના કારણે ક્રેન પણ નદીમાં પડી. તે સારું છે કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. તો કોઈએ કહ્યું, ‘મને આશા છે કે તેમની પાસે નદીમાંથી તેને દૂર કરવા માટેનું સાધન હશે; તે વાહનો નદીમાં હોય તે સારું રહેશે નહીં. આ ઘટના જોઈને ઘણા લોકો પણ હેરાન રહી ગયા હતા.

Niraj Patel