બેંગલુરુ ગેંગરેપ : પોલિસે જણાવ્યુ- આ કારણે છોકરી સાથે થઇ હતી ભયંકર બર્બરતા

બાંગ્લાદેશમાં ટિકટોકમાં મોટો સેલિબ્રિટી નીકળ્યો મુખ્ય આરોપી, આ નરાધમોએ છોકરીના પ્રાઇવેટ ભાગમાં બોટલ નાખી અને પછી…જાણો સમગ્ર વિગત

બેંગલુરુ ગેંગરેપ મામલે નવી જાણકારી સામે આવી છે, ન્યુઝ એજન્સી પીટીઆઇના રીપોર્ટ અનુસાર, જે છોકરી સાથે બર્બરતાનો વીડિયો વાયરલ થયો હતો તે રેકેટ સાથે જોડાયેલ હતી, તેણે આરોપીઓ પાસેથી પાંચ લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા. પરંતુ તે પાછા આપી રહી ન હતી. રામમૂર્તિ નગર પોલિસ અનુસાર, આને કારણે આરોપીએ તેની સાથે આ હરકત કરી હતી.

પોલિસ અનુસાર જયારે પણ તેઓ પૈસા માંગતા ત્યારે પીડિતા કોઇના કોઇ બહાનુ કરી ટાળી દેતી હતી. વારંવાર પૈસા માંગવાને કારણે તે ભાગી ગઇ હતી અને બે મહિલા આરોપી કાજલ અને નુસરતની મદદથી આરોપીઓએ તેનો પત્તો લગાવ્યો અને બાદમાં વિક્ટિમના કપડા ઉતારી, તેનો વીડિયો બનાવ્યો, તેના શરીર સાથે બર્બરતા કરી અને પછી ગેંગરેપ પણ કર્યો.

ઘટનાની વિગત તપાસીએ તો, સોશિયલ મીડિયા પર હાલમાં જ થોડા દિવસ પહેલા એક મહિલા સાથે દુર્વ્યવહારનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મહિલા સાથે બર્બરતા કરતા યુવક જોવા મળી રહ્યા હતા. આ વીડિયોને લઇને લોકોમાં ખૂબ જ આક્રોશ છે,

બેંગલુરુ પોલિસે આ મામલે 5 લોકોની ધરપકડ પણ કરી હતી. વીડિયોમાં જોવા મળ્યુ હતુ કે, એક છોકરીને 5 લોકો દ્વારા ખૂબ જ પ્રતાડિત કરવામાં આવી રહી હતી. છોકરીને પ્રતાડિત કરવા અને તેની સાથે કરવામાં આવેલ યૌન શોષણનો વીડિયો નોર્થ-ઇસ્ટનો જણાવવામાં આવી રહ્યો હતો.

Shah Jina