આ ભાઈ દુકાન ઉપર વેચે છે ગુલાબ જાંબુના પરોઠા, વીડિયો જોઈને લોકોએ કહ્યું, “યાર સ્વીટ સાથે આવો મજાક શું કામ કરો છો ?”

સોશિયલ મીડિયામાં ખાણીપીણીની લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર ખાણીપીણીની વસ્તુઓ સાથે ઘણા બધા ચેડાં થતા પણ આપણે જોઈએ છીએ, ઘણીવાર ખાણીપીણીની વસ્તુઓ સાથે કરવામાં આવેલા અખતરા ઘણા લોકોને પસંદ પણ આવે છે તો ઘણા અખતરા એવા પણ હોય છે જેને જોઈને વીડિયો જોનારના મગજ પણ ચકરાઈ જાય છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમારું દિમાગ પણ ચકરાવે ચઢી જશે.

બટેટા, કોબીજ, મૂળા વગેરેના પરાઠા તો તમે ખાધા જ હશે, પરંતુ એક માણસ ‘ગુલાબ જામુન’ પરાઠા બનાવીને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. લોકો પણ તેને જોઈને ચોકી ગયા જયારે એક વ્યક્તિએ આ અતરંગી પરાઠા બનાવવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. કેટલાક લોકોએ તો માથું પણ પકડી લીધું અને કહ્યું કે આ જોઈને તે ભૂખ જ મરી ગઈ.

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સૌથી પહેલા લોટના લુવા બનાવે છે. જેના બાદ તેમાં બે ગુલાબ જાંબુ ભરી દે છે અને તેને સારી રીતે મસળીને રોટલીની જેમ વણી તવા ઉપર શેકે છે. જયારે પરોઠા સારી રીતે બની જાય છે તો વ્યક્તિ તેના ઉપર ગુલાબ જાંબુની ચાસણી નાખે છે અને પછી એક ગુલાબ જાંબુ રાખીને સર્વ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by SONIA NEGI (@taste_bird)

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને વાયરલ વીડિયોને જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે, કોઈ આ કોમ્બિનેશનને નકારી રહ્યું છે તો કોઈ તેની પ્રસંશા પણ કરતું જોવા મળ્યું છે, પરંતુ મોટાભાગના લોકોને આ અખતરો જરા પણ પસંદ નથી આવી રહ્યો.

Niraj Patel