વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટનાને લઈને વાલીઓ ઘટના સ્થળે દોડી આવ્યા, હૈયાફાટ રુદન વચ્ચે માહોલ બન્યો ગમગીન, જુઓ
Vadodara boat accident : આજનો દિવસ ગુજરાત માટે એક કાળા દિવસ સમાન બની ગયો છે, સંસ્કારી નગરી વડોદરામાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે, જેમાં પીકનીક મનાવવા માટે ગયેલા પ્રાઇવેટ સ્કૂલના બાળકો પાણીમાં ડૂબી ગયા છે. આ બાળકો પીકનીક માટે હરણીમાં આવેલા એક તળાવ પર ગયા હતા જ્યાં 23 બાળકો સાથે 4 શિક્ષકો પણ બોટમાં બેઠા હતા, અને તળાવમાં વચ્ચે જ બોટ પલ્ટી ખાઈ જતા બોટમાં બેઠેલા તમામ ડૂબી ગયા હતા.
9ના મોત :
ત્યારે હાલ આ મામલે એક નવી અપડેટ સામે આવી છે, જેમાં 9 માસૂમોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, આ ઉપરાંત 7 બાળકો સારવાર હેઠળ છે. આ દુર્ઘટનામાં સૌથી મોટું કારણ બાળકોએ લાઈફ જેકેટ ના પહેર્યા હોવાનું સામે આવી રહ્યું છે, મીડિયા રિપોર્ટ અનુસાર બોટમાં બેઠેલા 23 બાળકો અને 4 શિક્ષકોમાંથી ફક્ત 11 બાળકોને જ લાઈફ જેકેટ આપવામાં આવ્યા હતા, બાકીના કોઈને લાઈફ જેકેટ મળ્યા નહોતા અને તેના કારણે આ મોટી દુર્ઘટના ઘટી છે. ત્યારે ઘટનાને લઈને વાલીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમનું હૈયાફાટ રુદન પણ જોવા મળ્યું.
લાઈફ જેકેટ નહોતા પહેર્યા :
આ ઉપરાંત કેપેસીટી કરતા વધારેલ લોકોને બોટમાં બેસાડી દેવાના કારણે બોટ પાણીંમાં વચ્ચે જ ઉંધી પડી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે મોરબી દુર્ઘટના બાદ હવે આ બીજી મોટી દુર્ઘટના પણ સામે આવી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે. તો આ મામલે હવે રાજકીય નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરએ પણ આ મામલે પોતાનું નિવેદન અપાયું છે.
આયોજકોની શરત ચૂક :
તેમને જણાવ્યું કે, “વડોદરા હરણી લેકની ઘટનામાં આયોજકો વ્યવસ્થાપકો એ ધ્યાન રાખવું જરૂરી હતું. આ દુર્ઘટનામાં સાત વિદ્યાર્થીના મોત નીપજ્યા છે. આ તમામ ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ હતા. વ્યવસ્થાપકો અને આયોજકની શરતચૂકને કારણે આ બન્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવકામગીરી હાથ ધરી હતી. ત્યારે ફાયર બ્રિગેડની બચાવ કામગીરીમાં 9ના મૃતદેહ મળી આવ્યા હોવાની ખબર પણ સામે આવી છે, મોતનો આંકડો હજુ પણ વધી શકે છે તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે,
View this post on Instagram