વડોદરા : રસ્તા વચ્ચે સ્ટંટ કરી સાપની જેમ બાઇક ચલાવનાર યુવકનું કારની ટક્કરથી મોત- મોતનો LIVE વીડિયો થયો કેમેરામાં કેદ

વડોદરા: સાપની જેમ વાંકી-ચુકી બાઇક ચલાવતા કાર સાથે અથડાયો, મોતનો Live Video

અવાર નવાર સોશિયલ મીડિયા પર રસ્તા પર સ્ટંટ કરતા યુવાનોના વીડિયો વાયરલ થતા હોય છે. ઘણીવાર સ્ટંટના ચક્કરમાં તેઓ અકસ્માતનો પણ શિકાર બની જતા હોય છે. આવા લોકોએ ખરેખર ચેતવાની જરૂર છે. ત્યારે હાલમાં ગુજરાતના વડોદરા નજીક આવેલ પોર-કાયાવરોહણ રોડ પરથી આવા જ અકસ્માતની ઘટના સામે આવી.

સાપની જેમ બાઇક ચલાવતો યુવક કાર સાથે અથડાયો

સાપની જેમ બાઇક ચલાવનાર યુવક સામેથી આવતી કાર સાથે અથડાયો અને હવામાં ફૂટબોલની જેમ ફંગાળાયો, જેને કારણે સ્થળ પર જ તેનું મોત થઇ ગયુ. યુવક કાયાવરોહણ લકુલેશ મહાદેવનાં દર્શન કરી પરત ફરી રહ્યો હતો, અને તે દરમિયાન આ ઘટના બની. ઉલ્લેખનીય છે કે મોતનો આ લાઇવ વીડિયો પાછળ રહેલ કારચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો, જે હાલ વાયરલ થઇ રહ્યો છે.

હવામાં 10 ફૂટ ઊછળી રોડ પર પટકાતા મોત

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરાના માંજલપુરમાં બાલાજી પાર્ટી પ્લોટ પાસે આવેલ ચંચળબા નગરમાં રહેતા અનિલ ગાંધી વહેલી સવારે બાઈક લઈને કાયાવરોહણ લકુલેશ મહાદેવનાં દર્શન કરવા ગયો હતો, જ્યાંથી પરત ફરતા સમયે તે બાઈક પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. ત્યારે પોર કાયાવરોહણ સિંગલ રોડ પર મૃતક અનિલ સાપની જેમ બાઇક ચલાવી રહ્યો હતો તે સમયે તેણે એક બલેનો કારની ઓવરટેક કરી અને અને આવી રીતે તે આગળ વધી રહ્યો હતો.

પરિવારમાં ગમગીની ફેલાઇ

તેની પાછળ આવી રહેલ કારચાલકે લગભગ એક કિલોમીટર સુધી તેનો વીડિયો ઉતાર્યો. ત્યારે અચાનક જ અનિલની બાઇક અલ્ટો કાર સાથે ફાજલપુર ગામના પાટીયા પાસે પ્રચંડ ધડાકા સાથે અથડાઇ અને અનિલ હવામાં 10 ફૂટ ઊંચો ઊછળી નીચે પટકાયો. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. તપાસમાં સામે આવ્યુ છે કે અનિલ ગાંધી જેન્ટ્સ ટેલર્સનો વ્યવસાય કરતો હતો અને તેને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જો કે, અનિલના મોત બાદ પરિવારમાં ગમગીની ફેલાઇ ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

Shah Jina